ઝાઉ કૂનફેઇઃ સામાન્ય શ્રમિકમાંથી ચીનની સૌથી ધનાઢય મહિલા

ઝાઉ કૂનફેઇઃ સામાન્ય શ્રમિકમાંથી ચીનની સૌથી ધનાઢય મહિલા

બૈજિંગઃ ચીનમાં એપલ અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓની ટેકનોલોજી અને સાધનોની વિતરક કંપની સ્થાપીને ચીનની સૌથી ધનવાન બનેલી મહિલા ઝાઉ કૂનફેઇની સંઘર્ષ કથા કોઇ ફિલ્મી સ્ટોરી છે. ઝાઉ એક સમયે ફેક્ટરીમાં કારીગર તરીકે કામ કરતી હતી અને આજે તે આઠ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.

એક અખબારી અહેવાલ પ્રમાણે, ઝાઉ ભૂતકાળમાં જુદી જુદી કાચની ફેક્ટરીમાં કારીગર તરીકે કામ કરતી હતી. ૨૦૦૩માં તેણે લેન્સ ટેકનોલોજી કંપની સ્થાપી હતી. આજે ૪૫ વર્ષની ઉંમરે તે કંપનીમાં ૮૯ ટકા શેર ધરાવે છે. તેની કંપનીમાં ૮૦ હજાર કર્મચારીઓ કામ કરે છે અને વર્ષ ૨૦૧૩માં કંપનીની સંપત્તિ ૩.૩ બિલિયન ડોલર હતી.
ગયા મહિને ઝાઉની કંપનીના શેરમાં ઉછાળો આવતા તેની સંપત્તિ ૭.૬ બિલિયન ડોલર થઇ હતી. આ કંપની હાલમાં મોબાઇલ ફોનના ટચસ્ક્રીનના કવર બનાવે છે. વિશ્વના ૨૧ ટકા મોબાઇલ ફોનમાં આ કંપનીના કવર વપરાય છે.

ઝાઉ કૂનફેઇઃ સામાન્ય શ્રમિકમાંથી ચીનની સૌથી ધનાઢય મહિલા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.