માતાના સંતાનો જ તેના ભાઈ-બહેન બન્યાઃ સરોગસીએ સંબંધોની જટિલતા સર્જી

લંડનઃ ત્રીસ વર્ષ અગાઉ આવેલી બોલીવૂડની ફિલ્મ ‘એક નઈ પહેલી’માં સંબંધોની જટિલતા દર્શાવાઈ હતી. પિતા અને પુત્રના પ્રેમસંબંધ સામા પક્ષે પુત્રી અને માતા સાથે બંધાય તો કેવી સમસ્યા સર્જાય તેની વાત આ ફિલ્મમાં કરાઈ હતી. લગભગ આવી જ વાત વેસ્ટ લંડનના અક્સબ્રિજમાં રહેતા પરિવારમાં જોવા મળી છે. જોકે, આ સંબંધોના તાણાવાણા સરોગસીના કારણે સર્જાયા છે. ૪૬ વર્ષની એલેન બાઉન ત્રણ સંતાનો- ૧૭ વર્ષીય મેડી તથા ૧૨ વર્ષીય ટ્વિન્સ એલેક્સ અને રુથની માતા છે. જોકે, માત્ર મેડી જ તેની સત્તાવાર પુત્રી છે. એલનની કૂખે જન્મ લેનાર ટ્વિન્સ જૈવિક દૃષ્ટિએ તો તેનાં સંતાનો છે, પરંતુ કાનૂની રીતે તેનાં જ ભાઈ-બહેન છે. આ સંબંધોના કારણે સરોગસી નૈતિક ગણી શકાય કે કેમ તેવો વિવાદ પણ ઉદ્ભવ્યો છે
લંડનઃ ત્રીસ વર્ષ અગાઉ આવેલી બોલીવૂડની ફિલ્મ ‘એક નઈ પહેલી’માં સંબંધોની જટિલતા દર્શાવાઈ હતી. પિતા અને પુત્રના પ્રેમસંબંધ સામા પક્ષે પુત્રી અને માતા સાથે બંધાય તો કેવી સમસ્યા સર્જાય તેની વાત આ ફિલ્મમાં કરાઈ હતી. લગભગ આવી જ વાત વેસ્ટ લંડનના અક્સબ્રિજમાં રહેતા પરિવારમાં જોવા મળી છે. જોકે, આ સંબંધોના તાણાવાણા સરોગસીના કારણે સર્જાયા છે. ૪૬ વર્ષની એલેન બાઉન ત્રણ સંતાનો- ૧૭ વર્ષીય મેડી તથા ૧૨ વર્ષીય ટ્વિન્સ એલેક્સ અને રુથની માતા છે. જોકે, માત્ર મેડી જ તેની સત્તાવાર પુત્રી છે. એલનની કૂખે જન્મ લેનાર ટ્વિન્સ જૈવિક દૃષ્ટિએ તો તેનાં સંતાનો છે, પરંતુ કાનૂની રીતે તેનાં જ ભાઈ-બહેન છે. આ સંબંધોના કારણે સરોગસી નૈતિક ગણી શકાય કે કેમ તેવો વિવાદ પણ ઉદ્ભવ્યો છે.
એલન ૬૫ વર્ષની સગી માતા જેની અને કેન્યામાં જન્મેલા અને ભારતમાં ઉછરેલા ૫૪ વર્ષીય ઓરમાન પિતા ટોની સાથે રહે છે પણ તેમના સંબંધોની વાત જ અલગ છે. એલન તેની માતા જેની માટે સરોગેટ મધર બની છે. તેણે આઈવીએફ ટેક્નિકથી પોતાના સ્ત્રીબીજ સાથે ઓરમાન પિતા ટોનીના શુક્રાણુનું ફલન કરાવ્યું હતું. આના પરિણામે, જોડિયા બાળકો એલેક્સ અને રુથનો જન્મ થયો હતો, જેમને જન્મના એક સપ્તાહ પછી ટોની અને જેનીએ દત્તક લીધા છે.
હવે સંબંધોની વિચિત્રતા જોઈએ. એલેક્સ અને રુથ મેડીના ભાઈ-બહેન હોવાં ઉપરાંત, મામા-માસી પણ થાય છે. જેની અને ટોની, એલેક્સ અને રુથના કાનૂની માતા-પિતા હોવાની સાથે તેમના નાના-નાની એટલે કે ગ્રાન્ડપેરન્ટ્સ પણ થાય છે. જન્મદાતા એલન આ ટ્વિન્સની માતા હોવાની સાથોસાથ તેમની કાનૂની બહેન પણ થાય છે. એલન પોતાના જ સંતાનો -એલેક્સ અને રુથની ભાઈ-બહેન હોવાથી માતા જેની અને ઓરમાન પિતા ટોની સાથે પણ તેનો વિચિત્ર સંબંધ સર્જાયો છે. જોકે, માત્ર ૧૦ મિનિટના અંતરે રહેતા બે પરિવારના તમામ લોકો સંબંધોની વિચિત્રતાને ગણકાર્યા વિના સંબંધોને જાળવી રહ્યા છે. એલન અને મેડી એક ઘરમાં રહે છે, જ્યારે એલેક્સ અને રુથ તેમના દત્તક પેરન્ટ્સ જેની અને ટોની સાથે રહે છે.
અગાઉ, ફેબ્રુઆરીમાં રીટેઈલ એક્સપર્ટ મેરી પોર્ટાસે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેના પુત્ર હોરાશિયોનો જૈવિક પિતા તેનો ભાઈ લોરેન્સ જ છે. હોરાશિયોનો જન્મ આઈવીએફ સારવાર મારફત થયો હતો.

