રજનીશ રાયની ફરીથી પોલીસમાં નિમણૂક

 રજનીશ રાયની ફરીથી પોલીસમાં નિમણૂક

ગુજરાતના ડી.જી. વણઝારા સહિતના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને જેલમાં ધકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આઇપીએસ અધિકારી રજનીશ રાયની ફરીથી પોલીસમાં નિમણૂક થઈ છે. 

અમદાવાદઃ ગુજરાતના ડી.જી. વણઝારા સહિતના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને જેલમાં ધકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આઇપીએસ અધિકારી રજનીશ રાયની ફરીથી પોલીસમાં નિમણૂક થઈ છે. રજનીશ રાયની કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (સીઆરપીએફ)માં ઇન્સ્પેકટર જનરલ તરીકે નિમણૂક કરી છે. જો કે રજનીશ રાયની ક્યા નિમણૂંક થઈ છે તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી.

રજનીશ રાય અગાઉ ઝારખંડના અંતરિયાળ વિસ્તાર જાદુગુડામાં પબ્લિક સેક્ટર કંપની યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચીફ વિજિલ્સ ઓફિસર તરીકે ડેપ્યુટેશન પર મૂકાયા હતા. તેમણે પોતાની નિમણૂકને પડકારીને પોતાને ફરી પોલીસ ફોર્સમાં પોસ્ટિંગ આપવા અરજી કરી હતી. ગયા મહિને આ અરજીની સુનાવણીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને બીજી સુનાવણી સુધીમાં રજનીશ રાયની અરજી અંગે નિર્ણય લેવા આદેશ કર્યો હતો.

રજનીશ રાયની ફરીથી પોલીસમાં નિમણૂક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.