રાજ્યમાં વારંવાર માવઠાનો માહોલ, ખેડૂતોને નુકસાન

એક તરફ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદની સાથે કરા પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. 

અમદાવાદઃ એક તરફ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદની સાથે કરા પડતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી મોસમમાં વારંવાર પલટો આવતાં હવામાન નિષ્ણાતો પણ દ્વિધા અનુભવે છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રવિવારે સાંજે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડવા લાગી હતી ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. કેટલાક શહેરોમાં કરા પણ પડયા.

થોડા દિવસો ગરમીએ લોકોને તપાવ્યા બાદ હવે ફરીથી માવઠું પડતાં જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. કમોસમી વરસાદને લીધે રાજ્યમાં પાકને પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વરસાદી ઝાપટાં પડતાં જે ખેડૂતોએ પાક લીધા છે અને નવા પાકનું વાવેતર કર્યું છે તેમના પાકને વરસાદથી સારા પાકની આશા બંધાઇ છે, પરંતુ જે ખેડૂતોનાં ઘઉં જેવા પાકો ખળામાં જ પડયા હોય તે પલળી જવાથી નુકસાન થવાની સંભાવના રહી છે. અચાનક ત્રાટકેલા વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં દિવસ દરમિયાન વેપારીઓએ ખરીદીને મૂકેલો રાયડો, એરંડા, ઇસબગુલ, જીરૂ, અજમો પલળી ગયા હતા. બીજી તરફ જીનિંગ ફેક્ટરીઓમાં પડેલાં કાલાં, કપાસ અને કપાસિયાની ગાંસડીઓ પણ પલળી ગઇ છે.

ક્યાં શું અસર

બનાસકાંઠામાં નવા પાકથી આશા બંધાઈ હતી પણ વરસાદ-કરાથી ભારે નુકસાન. પાલનપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા. હારીજમાં ગંજ બજારમાં ખુલ્લામાં પડેલી હજારો બોરી પલળી જતાં ભારે નુકસાન. દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મી. ઉપર ચક્રવાતી અસરને કારણે ગુજરાતના વિસ્તારો પર હવામાન પલટાયું છે. મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ગોધરામાં વરસાદ પડયો હતો. કચ્છ જિલ્લાનાં નખત્રાણા, ભચાઉ તેમ જ રાપર તાલુકાનાં કેટલાક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ

રાજ્યમાં વારંવાર માવઠાનો માહોલ, ખેડૂતોને નુકસાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.