રિયા સેનનું ઘર આગમાં ખાક

રિયા સેનનું ઘર આગમાં ખાક

મુંબઈમાં રિયા સેનના ઘરમાં ભયાનક આગ ફાટી નીકળતા આખું ઘર ખાક થઈ ગયું છે.

મુંબઈમાં રિયા સેનના ઘરમાં ભયાનક આગ ફાટી નીકળતા આખું ઘર ખાક થઈ ગયું છે. આ ઘટના વખતે ઘરમાં રિયા અને તેની માતા મુનમુન સેન હતા. અંધેરી વિસ્તારમાં રુઈયા પાર્ક બિલ્ડીંગના છઠ્ઠા માળે રિયા સેન તેના માતા-પિતા સાથે રહે છે. તેના ઘરમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી હતી.

ઘરમાં આગ લાગતા આખો પરિવાર અફરાતફરીમાં નીચે આવી ગયો હતો. ફાયરબ્રિગેડ વિભાગે આવીને આગ પર અંકુશ મેળવ્યો હતો. રિયાના પડોશીઓના કહેવા પ્રમાણે રિયાના ઘરમાં એ.સી.માં વિસ્ફોટ થયા પછી આગ લાગી હતી અને થોડી વારમાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. જેથી ઈલેક્ટ્રોનિક સામાન, ફર્નીચર બળી ગયું હતું. જો કે રિયાના ઘરમાં એ.સી.માં વિસ્ફોટના કારણે જ આગ લાગી હોવાનું સુનિશ્ચિત થયું હોવાનું જાણવા મળ્યું નથી, તેથી તેની તપાસ ચાલી રહી છે.

રિયા સેનનું ઘર આગમાં ખાક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.