• ૨૦,૦૦૦થી વધુ બાળકોને દૂરની શાળામાં પ્રવેશની સમસ્યા

હજારો બાળકોને તેમની પસંદગીની પ્રાઈમરી શાળાઓમાં પ્રવેશ મેળવવાની સમસ્યા સર્જાઈ છે. બાળજન્મમાં અને ઈમિગ્રેશનના વધારાના કારણે ૨૦,૦૦૦થી વધુ બાળકોએ દૂરની શાળાઓમાં પ્રવેશ મેળવવો પડશે. આના કારણે પેરન્ટ્સ પણ ચિંતામાં પડ્યાં છે. સ્થાનિક કાઉન્સિલો વપરાશમાં નહિ રહેલાં મકાનો તેમજ શાળામાં વધુ ખંડો બાંધી માગને પહોંચી વળવા પ્રયાસ કરી રહી છે. સપ્ટેમ્બરમાં શરુ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં ૬૦૦,૦૦૦થી વધુ બાળકો પ્રાઈમરી શાળામાં સ્થાન મેળવશે.

હજારો બાળકોને તેમની પસંદગીની પ્રાઈમરી શાળાઓમાં પ્રવેશ મેળવવાની સમસ્યા સર્જાઈ છે. બાળજન્મમાં અને ઈમિગ્રેશનના વધારાના કારણે ૨૦,૦૦૦થી વધુ બાળકોએ દૂરની શાળાઓમાં પ્રવેશ મેળવવો પડશે. આના કારણે પેરન્ટ્સ પણ ચિંતામાં પડ્યાં છે. સ્થાનિક કાઉન્સિલો વપરાશમાં નહિ રહેલાં મકાનો તેમજ શાળામાં વધુ ખંડો બાંધી માગને પહોંચી વળવા પ્રયાસ કરી રહી છે. સપ્ટેમ્બરમાં શરુ થનારા નવા શૈક્ષણિક વર્ષમાં ૬૦૦,૦૦૦થી વધુ બાળકો પ્રાઈમરી શાળામાં સ્થાન મેળવશે.

• રજાઓ ગાળવા ઈચ્છતા પ્રવાસીઓ સાથે છેતરપીંડી

બનાવટી ટ્રાવેલ વેબસાઈટ્સ, અસ્તિત્વ નહિ ધરાવતી હોટેલોમાં બુકિંગ અને કદી નહિ મળતી વિમાન ટિકિટ્સ સહિતની છેતરપીંડીઓ દ્વારા બ્રિટિશ પ્રવાસીઓએ ગયા વર્ષે ઓછામાં ઓછાં £૨.૨ મિલિયન ગુમાવ્યાં હતાં. એસોસિયેશન ઓફ બ્રિટિશ ટ્રાવેલ એજન્ટ્સ (Abta) દ્વારા આવી ઠગાઈ સામે સાવચેતી રાખવા પ્રવાસીઓને ચેતવણી અપાઈ હતી. Abta અને નેશનલ ફ્રોડ ઈન્ટેલિજન્સ બ્યુરોએ ગત ૧૨ મહિનામાં હોલિડે બુકિંગ ફ્રોડના ૧૫૦૦થી વધુ કેસ નોંધ્યા હતા.

• બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત ૨૦ ટકા સ્ત્રીઓ જીપી પાસે જતી નથી

બ્રેસ્ટ કેન્સર કેર ચેરિટીના સર્વેમાં જણાયું છે કે કેન્સરના પ્રાથમિક લક્ષણોની જાણ થયાં પછી પણ આશરે ૨૦ ટકા સ્ત્રીઓ જીપીની મુલાકાત લેવામાં એક મહિનાથી વધુનો વિલંબ કરે છે. આવી રાહ જોનારી સ્ત્રીઓમાં ૩૩ ટકા તો એમ માને છે કે તેમના લક્ષણો ગંભીર નથી. આશરે પાંચ ટકા સ્ત્રીઓ છ મહિનાથી વધુ સમય રાહ જુએ છે, જે વિલંબ જીવને જોખમકારક હોય છે.

• બ્રિટિશ ઉદ્દામવાદીઓ સીરિયામાં અલ-કાયદા સાથે જોડાયા

બ્રિટન યુનિવર્સિટીઓમાં ભારે ટેકો ધરાવતા ઉદ્દામવાદી ઈસ્લામિક ગ્રૂપે સીરિયામાં અલ-કાયદા સાથે સંકળાયેલા ખતરનાક જૂથ નુસરા ફ્રન્ટ સાથે સંબંધો સ્થાપ્યા છે. હિઝ્બ ઉત-તહરિર (HT)ના ૧૦૦ જેટલા સભ્યો એલેપ્પો શહેરમાં ધર્મનિરપેક્ષ નાગરિક કર્મશીલો પર સશસ્ત્ર હુમલામાં નુસરા ફ્રન્ટ સાથે જોડાયા હતા. આ કર્મશીલો શાસનવિરોધી દેખાવોમાં સામેલ થયા હતા.

• હિંસક યૌનશોષણ પુરુષના ડીએનએમાં જ હોય છે

કેટલાંક પુરુષો બાળકોના શોષણ અથવા હિંસક જાતીય હુમલા આચરવાના જોખમ સાથે જ જન્મે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યુટના નવા અભ્યાસમાં જણાવાયું છે કે તેમના જનીનોમાં જ સેક્સ અત્યાચાર લખાયો હોય છે. લોકોના રક્ષણ માટે સેક્સ અપરાધીઓના પિતા અને ભાઈઓને સાઈકોથેરાપી દ્વારા મર્યાદાનું સન્માન જાળવવા અને આક્રમકતાને અંકુશમાં રાખવા જેવી સંબંધોની આવડતો શીખવવી જોઈએ તેમ સંશોધકોએ જણાવ્યું છે.

• અંગ્રેજી અને મેથ્સમાં નાપાસ બાળકોની પુનઃ પરીક્ષાનું સૂચન

પ્રાઈમરી સ્કૂલ લીવિંગ પરીક્ષાઓમાં મેથ્સ અને અંગ્રેજી વિષયોમાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી પડે તેવી યોજના ટોરી પાર્ટીએ મૂકી છે. આ અનુસાર નાપાસ વિદ્યાર્થી સેકન્ડરી સ્કૂલના પ્રથમ વર્ષમાં હોય ત્યારે તેમને મેથ્સ અને અંગ્રેજી વિષયોની પરીક્ષા પસાર કરવાની બે તક આપવામાં આવશે. વડાપ્રધાન કેમરને જણાવ્યું હતું કે નાપાસ વિદ્યાર્થીઓ વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓનું ધોરણ નીચે લાવે તે ટોરી સરકાર ચલાવી લેશે નહિ.

• રમતના મેદાનમાં દોડવા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

કેન્ટના ગ્રેવસેન્ડ ખાતેની રીવરવ્યૂ જુનિયર સ્કૂલે શાળાના રમતના મેદાનમાં વિદ્યાર્થીઓના દોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બાળકો પડી જાય તો ઈજાનું જોખમ વધી જાય છે તેને ધ્યાનમાં લઈ શાળાએ આવું પગલું લીધું છે. શાળાએ જણાવ્યું છે કે આવી દોડાદોડીમાં ઘણાં બાળકોને ઈજા પહોંચી છે, જેમાં એક વિદ્યાર્થીના કોલરબોનમાં ફ્રેક્ચરની ઈજાનો પણ સમાવેશ થાય છે.

• દાન આપેલા સ્કી બૂટમાં છુપાવેલાં ઘરેણાં મળ્યાં

પામેલા સેમ્પસન નામની ૬૯ વર્ષીય મહિલાને દાન આપવાનો તત્કાળ લાભ મળ્યો છે. પામેલાએ બોર્નમાઉથની પ્રામકેર ચેરિટી શોપને તેનાં સ્કી બૂટ દાનમાં આપ્યા હતા. આ બૂટમાંથી ૧૦,૦૦૦ પાઉન્ડની કિંમતના હીરાના હાર સહિતના જૂના ઘરેણાં મળી આવ્યાં હતાં. પામેલા તેના ઘરેણાં ચોરાઈ ગયાં હોવાનું માનતી હતી, પરંતુ ૧૬ વર્ષ પહેલા આ ખજાનો સાચવવા માટે સ્કી બૂટમાં મૂકી દીધો હોવાનું તેને યાદ રહ્યું ન હતું.

• ૨૦,૦૦૦થી વધુ બાળકોને દૂરની શ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.