મુંબઈનો ક્રિકેટર હિકેન શાહ સસ્પેન્ડ

મુંબઈનો ક્રિકેટર હિકેન શાહ સસ

આઇપીએલમાં સાથી ખેલાડીનો મેચફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ મુંબઈના રણજી ખેલાડી હિકેન શાહ દોષિત ઠરતાં તેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો હતો. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ખેલાડીઓ માટેના બોર્ડના એન્ટી કરપ્શન કોડના ભંગ બદલ શાહ દોષિત જણાયો હતો અને આ બાબત શિસ્ત સમિતિને વધુ પગલા માટે મોકલી અપાઈ છે.

નવી દિલ્હીઃ આઇપીએલમાં સાથી ખેલાડીનો મેચફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ મુંબઈના રણજી ખેલાડી હિકેન શાહ દોષિત ઠરતાં તેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો હતો. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ખેલાડીઓ માટેના બોર્ડના એન્ટી કરપ્શન કોડના ભંગ બદલ શાહ દોષિત જણાયો હતો અને આ બાબત શિસ્ત સમિતિને વધુ પગલા માટે મોકલી અપાઈ છે.

બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે હિકેને પ્રથમ કક્ષાની ટીમના તેના સાથી અને આઈપીએલની રાજસ્થાનની ટીમના ખેલાડી પ્રવીણ તાંબેનો મેચ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો જોકે તાંબેએ તેની જાણ તરત જ તેની ફ્રેન્ચાઇઝી ટીમને કરી હતી અને ફ્રેન્ચાઇઝી ટીમે બીસીસીઆઇના એન્ટી કરપ્શન એકમને જાણ કરી હતી.

મુંબઈનો ક્રિકેટર હિકેન શાહ સસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.