અમેરિકાના બે શહેરોમાં ઉજવાશે ‘અનુપમ ખેર ડે’

અમેરિકાના બે શહેરોમાં ઉજવાશે...
Anupam Kher day

પીઢ અભિનેતા અનુપમ ખેરે વૈશ્વિક કક્ષાએ ફિલ્મ તથા કળા ક્ષેત્રે આપેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકામાં અનોખું સન્માન મળ્યું છે.

લાસ વેગાસના નાવેડામાં ૧૦ સપ્ટેમ્બરને ‘અનુપમ ખેર ડે’ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ટેક્સાસ રાજ્યનું માનદ નાગરિકત્વ પણ તેમને એનાયત થયું છે.

સિનેરસિકોને ગુણવત્તાયુક્ત મનોરંજન પૂરું પાડવા બદલ, ૬૦ વર્ષીય ચરિત્ર અભિનેતા અનુપમ ખેરને નાવેડાના સેનેટર રૂબેન કિહુન દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યું હતું. ૧૦ સપ્ટેમ્બરને અનુપમ ખેર ડે, જાહેર કરતા રૂબેને કહ્યું હતું કે, ‘લાસ વેગાસ અને અમેરિકાના અન્ય શહેરોમાં પણ આવું અસાધારણ મનોરંજન લાવવા બદલ તમારો આભાર. આવા સિનેમાના પ્રતિભાશાળી કલાકારોને મંચ પર જીવંત મળવાનો અને જોવાનો લહાવો મળ્યો એ એક સન્માની વાત છે.’

અગાઉ ઓગસ્ટમાં પણ અમેરિકાના ટેક્સાસ શહેરનું માનદ નાગરિકત્વ અનુપમ ખેરને આપવામાં આવ્યું હતું અને ત્યાં સાત ઓગસ્ટને અનુપમ ખેર ડે જાહેર કરવામાં આવ્યો છે.

અનુપમના ‘મેરા મતલબ વો નહીં થા’ નાટકને અમેરિકાના ૨૦ શહેરોમાં તેમ જ કેનેડામાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અંગે અનુપમે કહ્યું હતું કે, આ સન્માનથી તે ખૂબ જ રોમાંચિત છે. અને ત્યાં તેને શું ખુશી મળી તેનું વર્ણન કરવું જ શક્ય નથી. તેણે આશા વ્યક્ત કરી હતી કે આવું જ વિશ્વના અન્ય શહેરોમાં પણ બને અને મારા વિચારો સાચા પડે કે, ‘લાઇફ મેં કુછ ભી હો સકતા હૈ’ ખેર સાન ફ્રાન્સિસકો જઈ રહ્યા છે. આવતા સપ્તાહે તેઓ ભારત પરત પહોંચશે.

અમેરિકાના બે શહેરોમાં ઉજવાશે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.