ઇંગ્લેન્ડ પાણીમાં બેઠુંઃ ૩-૨થી વન-ડે સિરીઝ જીતતું ઓસ્ટ્રેલિયા

ઇંગ્લેન્ડ પાણીમાં બેઠુંઃ ૩-૨થ
Australia cricket team

મહેમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ વન-ડેમાં ઘરઆંગણે હરાવીને આઠ વિકેટે શાનદાર વિજય મેળવવા સાથે પાંચ મેચની સિરીઝ ૩-૨થી કબ્જે કરી છે. મિચેલ માર્શ અને હેસ્ટિંગ્સની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો દાવ ૩૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ સમેટાયો હતો.

માન્ચેસ્ટરઃ મહેમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ વન-ડેમાં ઘરઆંગણે હરાવીને આઠ વિકેટે શાનદાર વિજય મેળવવા સાથે પાંચ મેચની સિરીઝ ૩-૨થી કબ્જે કરી છે. મિચેલ માર્શ અને હેસ્ટિંગ્સની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો દાવ ૩૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ સમેટાયો હતો.
૧૩૯ રનના ટાર્ગેટ સામે દાવ લેવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ઓપનર એરોન ફિંચના અણનમ ૭૦ રન અને બેઇલીના અણનમ ૪૧ રનની મદદથી ૨૪.૨ ઓવરમાં બે વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચાર વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડના બેટ્સમેનને બાંધી રાખનાર મિચેલ માર્શને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
૧૩૯ રનના નજીવા લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાએ બે રનના સ્કોરે ઓપનર જો બર્ન્સની વિકેટ ગુમાવ્યા બાદ ૩૧ રનના સ્કોરે કેપ્ટન સ્મિથની વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ પછી ઓપનર એરોન ફિન્ચ અને જ્યોર્જ બેઇલીએ વિકેટ ગુમાવ્યા વિના ૨૪.૨ ઓવરમાં ટીમને આઠ વિકેટે વિજય અપાવ્યો હતો.

ઇંગ્લેન્ડ પાણીમાં બેઠુંઃ ૩-૨થ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.