મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદોઃ બિરલાએ જતિયા હાઉસ રૂ. ૪૨૫ કરોડમાં ખરીદ્યું

મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી
Kumar-Mangalam-Birla copy

બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલાએ એક હરાજીમાં ખરીદ્યું છે.

મુંબઇઃ બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય બિરલા જૂથના કુમાર મંગલમ્ બિરલાએ એક હરાજીમાં ખરીદ્યું છે.
કુમાર મંગલમ્ બિરલાએ આ બંગલા માટે ૪૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ બંગલાનો બિલ્ટ-અપ એરિયા ૨૫,૦૦૦ ચોરસ ફુટ છે. આ અત્યાર સુધીમાં મુંબઇનો સૌથી મોંઘો બંગલાનો સોદો છે. ૨૦૧૧માં આ જ વિસ્તારમાં મહેશ્વરી હાઉસ નામનો બંગલો ૪૦૦ કરોડ રૂપિયામાં વેચાયો હતો. જતિયા હાઉસથી થોડા ફુટના અંતરે આવેલો હોમી ભાભાનો મેહરનગીર બંગલો ૨૦૧૪માં ૩૭૨ કરોડ રૂપિયામાં વેચાયો હતો. હાલમાં નવા માલિકે આ બંગલાની કિંમતના ૧૦ ટકા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીની રકમ ભવિષ્યમાં ચૂકવાશે.
૨૫,૦૦૦ ચોરસ ફુટ વિસ્તાર ધરાવતો આ બંગલો શહેરમાં સૌથી મોંઘા ભાવે વેચાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ૪૦૦ કરોડ રૂપિયાથી ઉપરની રકમમાં કોઈ બંગલો વેચાયો નથી. આ બંગલાના પ્લોટની સાઇઝ ૨૯૨૬ ચોરસ મીટર (લગભગ ૩૧,૪૯૫ ચોરસ ફુટ) છે અને એ મલબાર હિલમાં લિટલ ગિબ્સ રોડ પર આવેલો છે.
આ પ્રોપર્ટી વાય. જતિયાની માલિકીની હતી. તેમણે ૧૯૭૦ના દાયકામાં એમ. સી. વકીલ પાસેથી આ બંગલો ખરીદ્યો હતો. હાલ બંગલામાં બે ભાઈઓ અરુણ અને શ્યામ જતિયા રહે છે. આ કુટુંબ પદમશી ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે જે પેપર બિઝનેસમાં છે.
આ બંગલો કુમાર મંગલમ્ બિરલાએ પોતાના અંગત વપરાશ માટે ખરીદ્યો છે. બિરલા હાલમાં અલ્ટામાઉન્ટ રોડ પર અન્ય એક બંગલામાં રહે છે, જે જતિયા હાઉસથી માત્ર ૧૦ મિનિટના ડ્રાઇવિંગ અંતરે આવેલો છે.

મુંબઇનો સૌથી મોંઘો પ્રોપર્ટી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.