વિમેન્સ ડબલ્સમાં સાનિયા-હિંગીસ ચેમ્પિયન

વિમેન્સ ડબલ્સમાં સાનિયા-હિંગ

ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા તથા તેની સ્વિટ્ઝર્લેન્ડની સાથીદાર માર્ટિના હિંગીસની જોડીએ અહીં રમાયેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે.

અપિયા (સમોઅ)ઃ ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા તથા તેની સ્વિટ્ઝર્લેન્ડની સાથીદાર માર્ટિના હિંગીસની જોડીએ અહીં રમાયેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે.
રવિવારે રમાયેલી ફાઇનલમાં ઇન્ડો-સ્વિસ જોડીએ કેસી ડેલેક્કા તથા યારોસ્લાવા શેવેડોવાની ચોથી ક્રમાંકિત જોડીને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટમાં પણ ટોપ રેન્કિંગ ધરાવતી સાનિયા અને હિંગીસની જોડીએ ફાઇનલ મુકાબલામાં ચેમ્પિયનને છાજે તેવી રમતનું પ્રદર્શન કરીને ૬-૩, ૬-૩થી વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ડેલેક્કા તથા કઝાકિસ્તાનની શેવેડોવાએ ૭૦ મિનિટ સુધી ફાઇનલ જીતવા માટે સંઘર્ષ કર્યો હતો. જોકે તેઓ ક્યારેય વિજયની નજીક પહોંચી શકી નહોતી.
સાનિયા અને હિંગીસે ૧૦માંથી પાંચ બ્રેક પોઇન્ટ પોતાની તરફેણમાં કર્યા હતા. ડેલેક્કા તથા શેવેડોવાએ હરીફ જોડીની સર્વિસ બે વખત બ્રેક કરી હતી, પરંતુ તે વિજય મેળવવા માટે પૂરતી નહોતી. ઇન્ડો-સ્વિસ જોડીના ૨૬ વિનર્સની સામે ડેલેક્કા તથા શેવેડોવા ૨૧ વિનર્સ ફટકારી શકી હતી. વિજેતા ટ્રોફીની સાથે સાનિયા અને હિંગીસને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો.

વિમેન્સ ડબલ્સમાં સાનિયા-હિંગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.