• જીપીના સરેરાશ વેતનમાં પ્રથમ વખત ઘટાડો

હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના તાજા આંકડા અનુસાર ૧૦ વર્ષમાં પ્રથમ વખત જ સરેરાશ જીપી કમાણી-વેતન £૧૦૦,૦૦૦થી નીચે ઉતર્યું છે. ફેમિલી ડોક્ટર્સને ૨૦૦૪માં ભારે વેતનવધારો મળ્યો હતો, જેના કરાર અનુસાર ૨૦૦૫-૦૬માં સરેરાશ કમાણી £૧૧૦,૦૦૦ સુધી પહોંચી હતી. આ પછી તેમાં સતત ઘટાડો થયો હતો. ૨૦૧૩-૧૪માં ફેમિલી ડોક્ટર્સનું વેતન સરેરાશ £૯૯,૮૦૦ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ ૨.૨ ટકા ઘટ્યું હતું.

• બાળકને પીટનારા બે શિક્ષકને એક વર્ષની જેલ

બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૦ વર્ષના વિદ્યાર્થી પર ક્રુરતા આચરવા બદલ બર્મિંગહામની જામિયા મસ્જિદ સાથે સંકળાયેલા સ્પાર્કબ્રૂક ઈસ્લામિક સેન્ટરના શિક્ષકો મોહમ્મદ સિદ્દિક અનેતેના પુત્ર મોહમ્મદ વકારને એક-એક વર્ષની જેલની સજા ફરમાવી હતી. જજ માર્ક વોલે QCએ અન્યો પર દાખલો બેસે તે માટે આ સજા મુલતવી રાખવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. વર્ગમાં વાતો કરવા કે કુરાનનું બરાબર પઠન નહિ કરવા બદલ શિક્ષકો વિદ્યાર્થીને સતત મારતા અને વર્ગમાં અપમાન કરતા હતા. બાળકના મનમાં એટલો ડર પેસી ગયો હતો કે તણાવના કારણે તેના માથાના વાળ પણ ઉતરી ગયા હતા.

• વધુ નિદ્રા એટલે હાર્ટ એટેકને આમંત્રણ

સંશોધકોના તારણ અનુસાર રાત્રે સાત કલાકની ઊંઘ માનવી માટે પૂરતી છે. ઓછી અથવા વધુ નિદ્રા હાર્ટ એટેક્સનું જોખમ વધારે છે. જે લોકો નિયમિતપણે રાત્રે પાંચ કલાકથી ઓછી અથવા નવ કલાકથી વધુ ઊંઘતા હોય તેમની ધમનીઓમાં કેલ્સિયમના ગઠ્ઠા જામી જાય છે. પુરુષોની સરખામણીએ ઓછી ઊંઘના કારણે સ્ત્રીઓની કોરોનરી આર્ટરીઝમાં વધુ કેલ્સિયમ જમા થાય છે.

સાઉથ કોરિયામાં સંશોધકોએ ૨૯,૦૦૦ લોકોની દિનચર્યા પર નજર રાખી હતી. સંશોધકોના મતે રાત્રે સાત કલાકની ઊંઘ પૂરતી છે. ‘આર્ટરીઓસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ એન્ડ વાસ્ક્યુલર બાયોલોજી’ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર સાત કલાકની ઊંઘ લેનારાની સરખામણીએ નવ કલાક ઊંઘનારાની કોરોનરી આર્ટરીમાં ૭૦ ટકા વધુ, જ્યારે પાંચ કલાકથી ઓછી ઊંઘ લેનારને ૭૦ ટકા વધુ કેલ્સિયમ જમા થાય છે. કેલ્સિયમની વધઘટના પરિણામે શરીરની બાયોકેમિસ્ટ્રીને સંતુલિત રાખતાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના સ્તરમાં પણ ફેરફાર થાય છે.

• જીપીના સરેરાશ વેતનમાં પ્રથમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.