એકતરફી પ્રેમીએ યુવતીને ગુપ્તીના ૧૫ ઘા માર્યા

રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે.

રાજકોટઃ રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. શહેરના ગોંડલ રોડ પર પી. ડી. માલવિયા કોલેજમાં ૨૩ એપ્રિલે સવારે કોલેજની પરીક્ષા આપવા આવેલી ૨૧ વર્ષી યુવતી દીક્ષા મકવાણાને એકતરફી પ્રેમમાં પાગલ રાજુ ઉર્ફે રાજ મકવાણાએ કોલેજના ગ્રાઉન્ડમાં જ ગુપ્તીના ૧૫થી ૧૭ ઘા મારી તેની હત્યા કરી હતી. આ યુવતીની ૧૫ દિવસ પહેલાં જ સગાઇ થયાની જાણ થઈ ત્યારથી રાજુ દીક્ષાની પાછળ પડીને તેને હેરાન કરતો હતો. ત્રણ દિવસથી કોલેજની પરીક્ષા શરૂ થઈ હતી. રાજુ કોલેજ સુધી પાછળ જતો હોવાથી દીક્ષાનાં નાના તેને કોલેજ મૂકવા જતાં હતાં. નાનાની નજર સામે જ દોહિત્રી દીક્ષાની હત્યા થઈ હતી. હત્યા કરીને નાસી છૂટેલા રાજુને પોલીસે જૂનાગઢથી પકડી લીધો હતો.

એકતરફી પ્રેમીએ યુવતીને ગુપ્તીના ૧૫ ઘા માર્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.