ગુજરાતીઅો જાગો: ગુજરાતી ભાષા બચાવ ઝૂંબેશમાં જોડાવ તા. ૮-૫-૧૫ના રોજ કડવા પાટીદાર સેન્ટર ખાતે ખાસ બેઠક

જી.સી.એસ.સી. અને “એ” લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો હવે નહીં લેવાનો નિર્ણય તેના બન્ને બોર્ડ્સ દ્વારા લેવામાં અાવ્યો છે. અાપણી ગુજરાતી શાળાઅોમાં ભણતા બાળકોના શિક્ષણ પર અાની સીધી અસર થશે. ગુજરાતી ભાષા બચાવવા માટે એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૮-૫-૧૫ શુક્રવારના રોજ સાંજના ૮ વાગે કડવા પાટીદાર સેન્ટર, Kenmore Avenue, Harrow, HA3 8LU ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જી.સી.એસ.સી. અને “એ” લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો હવે નહીં લેવાનો નિર્ણય તેના બન્ને બોર્ડ્સ દ્વારા લેવામાં અાવ્યો છે.

અાપણી ગુજરાતી શાળાઅોમાં ભણતા બાળકોના શિક્ષણ પર અાની સીધી અસર થશે. ગુજરાતી ભાષા બચાવવા માટે એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૮-૫-૧૫ શુક્રવારના રોજ સાંજના ૮ વાગે કડવા પાટીદાર સેન્ટર, Kenmore Avenue, Harrow, HA3 8LU ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

નોર્થ લંડનની બધી જ ગુજરાતી શાળાઅો અને સંસ્થાઅોના વહિવટકર્તાઅો એક છત્ર હેઠળ ભેગાં મળી પોતાનો અવાજ સ્થાનિક સાંસદ સમક્ષ રજુ કરે તો વધુ અસરકારક બને એ હેતુથી શ્રી કડવા પાટીદાર સેન્ટરમાં ચાલતી ગુજરાતી શાળામાં એક બેઠકનું અાયોજન કરવામાં અાવ્યું છે. અા બેઠકમાં ભાગ લેવા સૌને નમ્ર વિનંતી છે.

ગુજરાતી ભાષામાં પોતાના શિક્ષણની સિધ્ધિની ગણના થાય એવી અપેક્ષા રાખતા બાળકો અા સરકારી નિર્ણયથી નાસીપાસ થશે. અાપણી ઘણી બધી સ્થાનિક શાળાઅોમાં માતૃભાષામાં શિક્ષણ મેળવી ગૌરવ અનુભવતા બાળકોના હિતાર્થે સમાજમાં જાગૃતિ લાવવી એ અાપણા સૌની નૈતિક ફરજ છે. એક વાર ભાષા શિક્ષણ બંધ થતા પુન: અમલ થવો મુશ્કેલ બનશે.

કોઇપણ શાળાને અા અંગે જાણ ન હોય અથવા વધુ વિગત જાણવી હોય તો વિના સંકોચે નીચે જણાવેલ નંબરોએ ફોન કરવા વિનંતિ.

સંપર્ક: રાજેન્દ્રભાઇ પટેલ 07957 635 243 અથવા મદુબેન કલારીયા 07840 869 184.

ગુજરાતીઅો જાગો: ગુજરાતી ભાષા બચાવ ઝૂંબેશમાં જોડાવ તા. ૮-૫-૧૫ના રોજ કડવા પાટીદાર સેન્ટર ખાતે ખાસ બેઠક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.