છોકરીને લલચાવવા બદલ ૧૨ સામે ટ્રાયલ

લંડનઃ ૧૩ વર્ષની મુસ્લિમ છોકરીને સામૂહિક સેક્સ માટે લલચાવવાના ગુનાસર ૧૨ પુરુષ સામે લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં ૨૧ એપ્રિલથી ટ્રાયલ શરૂ થઈ હતી. લીડ્ઝના જ ૨૦થી ૪૧ વર્ષની વચ્ચેના આ પુરુષો સામે કિશોરી પર બળાત્કાર અને જાતિય કૃત્યો સહિતના અપરાધનો આરોપ છે.

ધારાશાસ્ત્રી મિશેલ કોલબોર્ને કોર્ટને જણાવ્યું હતું કે છોકરી સંમતિ આપવાની વય ધરાવતી નથી તેવી જાણકારી દરેક અપરાધીને હતી. આ છોકરી સૌ પહેલા ૨૪ વર્ષના આમીર ઝમાનને મળી હતી, જેણે સંખ્યાબંધ ટેક્સ્ટ સંદેશા, ફોન કોલ્સ અને ફેસબૂક મેસેજીસ કરીને પુરુષો સાથે જાતિય કૃત્યો કરવા જણાવ્યું હતું. છોકરીને પરિસ્થિતિ પોતાના નિયંત્રણ હેઠળ હોવાનું લાગતું હતુ, પરંતુ વાસ્તવિકતા અલગ હતી. ગુનેગારોમાં ઝમાન ઉપરાંત, ઝફર ઈકબાલ (૪૧), ફરાક યુનિસ (૨૩), આબિદ યુનિસ (૩૫), અરશિદ યુનિસ (૩૦), આસિફ ખાન (૨૦), શાબાઝ હુસૈન (૨૦), તારિક ઈસ્લામ (૩૧), જૂનૈદ રશિદ (૨૨), નાસિર સુલતાન (૨૪), અવાઈસ બટ (૨૨) અને ઝેન મહમૂદ (૨૦)નો સમાવેશ થાય છે.

છોકરીને લલચાવવા બદલ ૧૨ સામે ટ્...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.