ટૂંક સમયમાં અમદાવાદમાં શરૂ થશે બ્રિટિશ હાઇકમિશન

ગુજરાતમાં ડેપ્યુટી હાઈકમિશન કચેરી શરૂ કરવા બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે અને આગામી ટૂંક સમયમાં અમદાવાદમાં કચેરી પણ શરૂ થશે.

અમદાવાદઃ ગુજરાતમાં ડેપ્યુટી હાઈકમિશન કચેરી શરૂ કરવા બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે અને આગામી ટૂંક સમયમાં અમદાવાદમાં કચેરી પણ શરૂ થશે. બ્રિટિશ સરકારે અમદાવાદમાં પોતાની ઓફિસના પ્રથમ ડેપ્યુટી કમિશનર જ્યોફ વેઈનની નિમણૂક પણ કરી છે. જ્યોફ વેઈન ગત સપ્તાહે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને રૂબરૂ મળીને પોતાની સરકારે કરેલા નિર્ણયોની જાણ કરી હતી.

British High com. with CM

ગત જાન્યુઆરીમાં મહાત્મા મંદિરમાં યોજાયેલી ૭મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં બ્રિટિશ સરકારના પ્રધાનડ લિવિંગ્સ્ટને ગુજરાતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનરની કચેરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેના પગેલે આ કચેરી શરૂ થશે. આનંદીબહેન પટેલે નવ નિયુક્ત ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેઈન દ્વારા બ્રિટન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિટનમાં ૬ લાખ ગુજરાતીઓ વસે છે અને તેમને અમદાવાદમાં શરૂ થઇ રહેલી કચેરી સહાયરૂપ નિવડશે. ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની કચેરીઓ મુંબઈ ઉપરાંત, ચેન્નાઈ, કોલકત્તા, ગોવામાં કાર્યરત છે. ચોથી કચેરી અમદાવાદમાં શરૂ થઈ છે.

ટૂંક સમયમાં અમદાવાદમાં શરૂ થશે બ્રિટિશ હાઇકમિશન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.