નેપાળના ભૂકંપથી બોલિવૂડમાં શોક

નેપાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી બોલિવૂડમાં પણ શોક વ્યાપ્યો છે.

નેપાળ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે થયેલી જાનહાનિથી બોલિવૂડમાં પણ શોક વ્યાપ્યો છે. આ અંગે અનેક ફિલ્મકારોએ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ભૂકંપને કારણે ધ્વસ્ત થયેલા શહેરોના સમાચાર જાણ્યા-જોયા. ત્યાંના લોકો સલામત તથા સુખરૂપ રહે એવી ભગવાનને પ્રાર્થના.

શાહરુખખાને જણાવ્યું હતું કે, અલ્લાહ આ પરિસ્થિતિ સંભાળે. નેપાળ તેમ જ અન્ય વિસ્તારોના ભૂકંપના અસરગ્રસ્તો સલામત રાખે તેવી હું પ્રાર્થના કરું છું.

માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે, હે ભગવાન ધરતીકંપના કારણે થયેલી મોટી નુકસાનીમાં લોકોમાં સલામત રાખે.

શાહીદ કપૂરે જણાવ્યું હતું કે, જ્યારે કુદરત પોતાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ત્યારે સર્વ નુકસાન પામે છે. નેપાળના નાગરિકો સુખરૂપ રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું.

રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે નેપાળમાં તથા દેશમાં આવેલા વિનાશક ભૂકંપના સ્થળે લોકો સલામત રહે એવી ભગવાનને પ્રાર્થના.

અક્ષયકુમારે જણાવ્યું હતું કે નેપાળમાં આવેલા ધરતીકંપના ફોટા જોઈને ખૂબ જ દુઃખ થયું, અસરગ્રસ્તો અને ત્યાંના પરિવારોને સુખરૂપ રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

આર.પી.આઈ.ના (એ) પ્રમુખ રામદાસ આઠવલેએ નેપાળમાં આવેલા ભૂકંપના અસરગ્રસ્તોને સહાયતા તેમ જ મદદરૂપ થવા માટે પોતાનો એક મહિનાનો પગાર વડાપ્રધાનના રાહત ફંડ તેમ જ પુનર્વસનમાં આપવાની જાહેરાત કરી છે.

નેપાળના ભૂકંપથી બોલિવૂડમાં શોક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.