પ્રેગ્નન્સીમાં વિમાનપ્રવાસ વખતે આ કાળજી રાખો

પ્રેગ્નન્સીમાં વિમાનપ્રવાસ વખતે આ કાળજી રાખો

નવી દિલ્હીઃ પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં સ્ત્રીએ વિમાનપ્રવાસ ટાળવો જોઈએ એવુું મનાય છે. નિષ્ણાતોના મતે લાંબા અંતરની વિમાનયાત્રા વેળા સતત બેઠાં રહેવાથી પગની નસમાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ નામની તકલીફથી પગની રક્તવાહિની બ્લડ-ક્લોટ્સના કારણે સૂજીને ફુલી જવાનું જોખમ હોય છે. 

નવી દિલ્હીઃ પ્રેગ્નન્સીના છેલ્લા ત્રણ મહિનામાં સ્ત્રીએ વિમાનપ્રવાસ ટાળવો જોઈએ એવુું મનાય છે. નિષ્ણાતોના મતે લાંબા અંતરની વિમાનયાત્રા વેળા સતત બેઠાં રહેવાથી પગની નસમાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ નામની તકલીફથી પગની રક્તવાહિની બ્લડ-ક્લોટ્સના કારણે સૂજીને ફુલી જવાનું જોખમ હોય છે. આ બ્લડક્લોટ્સ લોહીમાં ફરતા ફરતા હાર્ટ, બ્રેઈન કે ફેફસામાં જાય તો જીવલેણ બની શકે છે. જોકે તાજેતરમાં લંડનની રોયલ કોલેજના ગાયનેકોલોજિસ્ટોએ પ્રેગનન્ટ મહિલાઓ માટે બહાર પાડેલી નવી ગાઈડલાઈનન્સમાં જણાવાયું છે કે ડીપ વેઈન થ્રોમ્બોસિસનું રિસ્ક ઘટાડવું હોય તો પ્રેગનન્ટ મહિલાએ વિમાનપ્રવાસમાં સતત બેસી રહેવાના બદલે થોડી થોડી વારે વિમાનની અંદર હરતા ફરતાં રહેવું જોઈએ. આથી લોહી જામી જવાનું જોખમ ઘટે છે. આ ઉપરાંત સીટ પર બેઠા-બેઠા પણ પગને વાળવાનું અને સ્ટ્રેચ કરતા રહેવું જોઈએ. સાથોસાથ ફ્લાઈટ દરમિયાન કોફી, ચા કે આલ્કોહોલને બદલે હુંફાળુ પાણી પીતા રહેવું જોઈએ. લૂઝ અને કમ્ફર્ટેબલ કપડા પહેરવા જોઈએ. ગાઈડ-લાઈન અનુસાર ગર્ભમાં એક બાળક હોય તો ૩૭મા અઠવાડિયા સુધી અને ટ્વીન બાળકો હોય તો ૩૨મા અઠવાડિયા સુધી વિમાનપ્રવાસ કરવામાં વાંધો નથી. તેમાં એવું પણ જણાવાયું છે કે એરપોર્ટ પરના સિક્યોરિટી સ્કેનર્સ ગર્ભમાં રહેલા બાળક માટે નુકશાનકારક નથી. 

પ્રેગ્નન્સીમાં વિમાનપ્રવાસ વખતે આ કાળજી રાખો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.