મગરની આંખોમાં આંગળી નાખી જીવ બચાવ્યો
વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો.
વડોદરા શહેર નજીક માણેજા ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા આધેડ પર આશરે દસ ફૂટ લાંબા મગરે અચાનક હુમલો કર્યો હતો. મગરે આધેડનો ડાબો પગ તેના જડબામાં પકીને તેમને પાણી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આધેડે જીવ બચાવવા માટે બુમરાણ મચાવી મગરની આંખોમાં બળપૂર્વક આંગળીઓ ઘોંચી દેતા જ મગરે તુરંત તેનું જડબું ખોલી દીધું હતું જેથી આધેડે પગ બહાર કાઢી લીધો હતો.
