નીરવ મોદીએ ડિઝાઇન કરેલો નેકલેસ રૂ. ૧૩ કરોડમાં વેચાયો

નીરવ મોદીએ ડિઝાઇન કરેલો નેકલે
Nirav Modi

મુંબઇઃ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને મુંબઈના ખ્યાતનામ જ્વેલર નીરવ મોદીએ ડિઝાઇન કરેલો એક અફલાતૂન ડાયમંડ નેકલેસ ક્રિસ્ટી ઓકશન-હાઉસ દ્વારા હોંગકોંગમાં યોજાયેલા એક ઓકશનમાં ૧૩ કરોડ રૂપિયાની તોતિંગ કિંમતે વેચાયો હતો.

મુંબઇઃ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને મુંબઈના ખ્યાતનામ જ્વેલર નીરવ મોદીએ ડિઝાઇન કરેલો એક અફલાતૂન ડાયમંડ નેકલેસ ક્રિસ્ટી ઓકશન-હાઉસ દ્વારા હોંગકોંગમાં યોજાયેલા એક ઓકશનમાં ૧૩ કરોડ રૂપિયાની તોતિંગ કિંમતે વેચાયો હતો. ૧૦.૨ કેરેટનો ઓર્કિટ એનરા નામનો આ હીરાનો હાર અગાઉ ૨૦૧૧માં યોજાયેલી હરાજીમાં વેચાયો હતો એના કરતાં આ કિંમત ૭૧ ટકા જેટલી વધારે છે.
હારના વચ્ચેના ભાગમાં જમરૂખના આકારના અનુક્રમે ૧૦.૦૨ કેરેટ તથા ૨.૬૬ કેરેટના હીરા છે તથા એની વચ્ચે પર્પલ-લાલ રંગનો ષટ્કોણીય હીરો આવેલો છે. લાલ રંગના હીરા આમેય ઝવેરાતની દુનિયામાં દુર્લભ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદી ૨૦૧૦માં ક્રિસ્ટીના કેટલોગના કવર પર ચમકનારા પ્રથમ ગુજરાતી જ નહીં, ભારતીય પણ બન્યા ત્યારે રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા. એ અગાઉ ક્રિસ્ટી માત્ર ઇન્ટરનેશનલ કહેવાતી બ્રેન્ડના મોંઘેરા દાગીનાની જ હરાજી કરતી હતી.

નીરવ મોદીએ ડિઝાઇન કરેલો નેકલે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.