મેંગો લસ્સી

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ સમારેલી કેરી - બે નંગ • દહીં - બે કપ • પાણી - એક કપ • ખાંડ - અડધો કપ • એલચી - ચાર નંગ • સમારેલા પિસ્તાં - અડધો કપ
રીતઃ કેરીને સમારીને પાણી નાંખી બ્લેન્ડર ફેરવીને જ્યૂસ તૈયાર કરવો. પછી જ્યૂસમાં દહીં નાંખીને એકરસ થાય તે રીતે એકદમ હલાવવું. તેમાં ખાંડ અને એલચી પાઉડર નાંખીને બે મિનિટ સુધી બ્લેન્ડરમાં ક્રશ કરો. તૈયાર થયેલી લસ્સીમાં ઝીણાં સમારેલાં પિસ્તાં નાંખીને સર્વ કરવું. (લસ્સી બનાવવા માટે તમે પાણીના બદલે દૂધ પણ લઈ શકો છો.)
