અમિતાભે કરી કેજરીવાલની પ્રશંસા

અમિતાભે કરી કેજરીવાલની પ્રશંસા

અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થનારાઓમાં અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. બચ્ચને ઊખાણા સાથે ટ્વિટર પર તેમના વખાણ કરીને લખ્યું છે ‘મિલેનિયમનું ૧૫મું વર્ષ, ૨૧માં સદીના ૧૫મું વર્ષ, ૨૦૧૧ના દશકમાં ૫મું વર્ષ, હેપ્પી ૨૦૧૫ એક આઇઆરએસ અધિકારીનું શાનદાર યોગદાન છે.’

અરવિંદ કેજરીવાલથી પ્રભાવિત થનારાઓમાં અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. બચ્ચને ઊખાણા સાથે ટ્વિટર પર તેમના વખાણ કરીને લખ્યું છે ‘મિલેનિયમનું ૧૫મું વર્ષ, ૨૧માં સદીના ૧૫મું વર્ષ, ૨૦૧૧ના દશકમાં ૫મું વર્ષ, હેપ્પી ૨૦૧૫ એક આઇઆરએસ અધિકારીનું શાનદાર યોગદાન છે.’ અમિતાભે કેજરીવાલનું નામ નથી લીધું પરંતુ તેમણે તેનો એક આઇઆરએસ અધિકારી તરીકે ઉલ્લેખ કરીને તેમનું અભિવાદન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં બચ્ચન અને કેજરીવાલ વચ્ચે મુલાકાત થઇ હતી.
બચ્ચન બન્યા કમેન્ટેટર
અમિતાભ બચ્ચન તેમની ફિલ્મોની સાથે બીજા ક્ષેત્રોમાં પણ વિવિધ પ્રકારની ભૂમિકા માટે જાણીતા છે. ગત રવિવારે ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ ક્રિકટ મેચમાં કપિલ દેવ અને રાહુલ દ્રવિડ જેવા ધૂરંધર સાથે તેમણે કમેન્ટેટરની ભૂમિકા ભજવી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે, તેમના માટે સન્માનજનક વાત છે. ૭૨ વર્ષીય બચ્ચને અરુણ લાલ અને શોએબ અખ્તર જેવા સ્ટાર કમેન્ટેટર્સ સાથે ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની પ્રથમ મેચમાં હિન્દીમાં કમેન્ટ્રી આપી હતી. પછી ભારતનો વિજય થતા પોતાના બંગલે પ્રશંસકો સાથે તેની ઉજવણી કરી હતી. કમેન્ટેટર તરીકે તેમની નવી ભૂમિકા અંગે બચ્ચને ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારત ૩૦૦ રન કરશે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી હતી.’ ૧૫ ફેબ્રુઆરીની તારીખ સાથે તેમને વિશેષ લગાવ છે. કારણ કે, ૪૬ વર્ષ અગાઉ ૧૯૬૯માં આ દિને તેમણે બોલિવૂડની સૌપ્રથમ ફિલ્મ સાઇન કરી હતી.

અમિતાભે કરી કેજરીવાલની પ્રશંસા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.