કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ

કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસમાં ફરિયાદ કરવા કોર્ટે જણાવ્યું છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા. 

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસમાં ફરિયાદ કરવા કોર્ટે જણાવ્યું છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા.
આ હસ્તીઓમાં કરણ જોહર, રણવીર સિંહ અને અર્જુન કપૂરનો સમાવેશ થાય છે. આ ત્રણેય શોના મુખ્ય આકર્ષણ હતા. આ શોનું શૂટિંગ ૨૦ ડિસેમ્બરે મુંબઇમાં થયું હતું. આ ઉપરાંત શોમાં હાજર રહેલી દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટ સામે પણ કેસ કરાશે. આ શો સામે અશ્લીલતાની ફરિયાદ થતા યુ-ટયુબમાંથી એને ઉતારી લેવાયો હતો. સંતોષ દોંડકર નામના એક સામાજિક કાર્યકરે ગીરગામની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે આ શો અશ્લીલ અને અસભ્ય હતો. આમીરખાને શોની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘મારા મતે આ શો એકદમ ‘હિંસક’ હતો. હિંસા શાબ્દિક અને લાગણીની પણ હોઈ શકે. તમે કોઈનું અપમાન કરો ત્યારે તમે હિંસા આચરો છે.’ં

કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.