ગાંડાના તો કાંઇ ગામ હોતા હશે
જી હા, તસવીર જોશો એટલે બધું સમજાઇ જશે. નોર્થ ઇસ્ટ લંડનના રોમફર્ડમાં હાર્વેસ્ટર રોડ નજીક આવેલ મેશીટર્સ હિલ ખાતે કાઉન્સીલના કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલાની ચારે તરફ કાર પાર્ક કરવા માટે આમ સફેદ કલરથી બોક્સ દોરી દીધું હતું.
જી હા, તસવીર જોશો એટલે બધું સમજાઇ જશે. નોર્થ ઇસ્ટ લંડનના રોમફર્ડમાં હાર્વેસ્ટર રોડ નજીક આવેલ મેશીટર્સ હિલ ખાતે કાઉન્સીલના કોન્ટ્રાક્ટરે લાઇટના થાંભલાની ચારે તરફ કાર પાર્ક કરવા માટે આમ સફેદ કલરથી બોક્સ દોરી દીધું હતું. હેવરીંગ કાઉન્સીલે જણાવ્યું હતું કે 'કોન્ટ્રાક્ટરના માણસોએ ભૂલ કરી હતી અને હવે તે કલરને દુર કરી દીધો છે.' પણ ભલા માણસ, શું તેમને આ થાંભલો દેખાયો નહિં હોય?
