ન્યૂ જર્સીમાં અમિત પટેલની હત્યા

ન્યૂ જર્સીમાં અમિત પટેલની હત્યા

ન્યૂ યોર્કઃ અમેરિકાના એડિસનમાં રહેતા અને ન્યૂ જર્સીમાં રોઝવે લિકર્સ નામની પારિવારિક દુકાન સંભાળતા અમિત પટેલ નામના ૨૮ વર્ષના યુવાનની ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ન્યૂ યોર્કઃ અમેરિકાના એડિસનમાં રહેતા અને ન્યૂ જર્સીમાં રોઝવે લિકર્સ નામની પારિવારિક દુકાન સંભાળતા અમિત પટેલ નામના ૨૮ વર્ષના યુવાનની ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમિત દુકાનમાં એકલો હતો ત્યારે ધસી આવેલા હુમલાખોરોએ તેને એકદમ નજીકથી ગોળી મારી હતી. ફરાર હુમલાખોરોએ દુકાનમાં કોઇ પણ જાતની લૂંટફાટ કે તોડફોડ કરી નથી તે દર્શાવે છે કે તેનો ઇરાદો અમિતની હત્યાનો જ હતો, એમ પોલીસને ટાંકીને અહેવાલોમાં જણાવાયું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ દુકાન પર પહોંચી ત્યારે અમિત ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં નીચે પડ્યો હતો. બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અમિતની નજીકના મિત્રોના જણાવ્યા પ્રમાણે અમિતના પિતા જ્યારે દુકાનમાં પાછળના ભાગમાં હતા ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી. જ્યારે એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે અમિતના પિતા બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
અમિત પટેલ નડિયાદ નજીકના ઉત્તરસંડાનો વતની હતો અને એક વર્ષ પૂર્વે જ તેના લગ્ન થયા હતા. તેના પરિવારજનોનું કહેવું છે કે કેટલાક લોકો દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે જ આવ્યા હતા, પણ અમિતને એકલો જોઈને ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસ આ ઘટના અંગે જો ઝીણવટભરી તપાસ કરે તો ચોક્કસ હુમલાખોરો ઝડપાઈ શકે તેમ છે. અમિતના મિત્ર રાકેશ પટેલે કહ્યું હતું કે કે કેટલાક લોકોએ આવીને તરત જ અમિત પર ગોળી છોડી હતી. પોલીસ હાલમાં સીસીટીવી કેમેરાની મદદથી હુમલાખોરોને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે.

ન્યૂ જર્સીમાં અમિત પટેલની હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.