હળવી ક્ષણોએ...
ચીમનલાલઃ બીજાને જે કામ કરતાં ચાર કલાક લાગે છે એ તમે બે કલાકમાં પૂરું કરો છો.
સાહેબઃ કદરદાન છો. મેં એક મહિનાની રજા માગી છે એનું શું થયું?
પંદર દિવસની મંજૂર કરી છે.
ચીમનલાલઃ એમ કેમ?
સાહેબઃ બીજાને જે માટે મહિનો જોઈએ એ તમે પંદર દિવસમાં કરી શકો છો એટલે....
•
મશહુર વિલન અજીત નવા રેટ્રો અવતારમાં....
ભારત-પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી. પાકિસ્તાને છેલ્લા ૩ બોલમાં ૧૮ રન બનાવવાના હતા. કપિલ બોલિંગમાં અને ઇમરાન ખાન બેટિંગમાં હતો.
અજીતઃ માઇકલ, તુમ સાઇકલ પર જાઓ ઔર કપિલ સે કહો કિ બાઉન્સર ડાલકર ઇમરાન કો આઉટ કર દે.
માઈકલઃ યસ બોસ...
માઇકલે કપિલને સંદેશો પહોંચાડી દીધો. કપિલે બાઉન્સર નાંખ્યો, પણ ઇમરાને સિક્સર મારી દીધી.
અજીતઃ માઇક, તુમ બાઇક પર જાઓ ઔર કપિલ સે કહો કિ અબ યોર્કર ડાલકર ઇમરાન કો બોલ્ડ કર દે.
માઈકલઃ યસ બોસ.
માઈકલ બાઈક પર જઈને મેસેજ આપી આવ્યો. કપિલે યોર્કર નાંખ્યો, પણ ઇમરાને ફરી સિક્સર મારી દીધી.
હવે? પાકિસ્તાનને છેલ્લા બોલે છ રન કરવાના હતા.
ટોનીએ કહ્યું, 'બોસ? અબ કપિલ સે ક્યા કહું?'
અજીતઃ અબ કપિલ સે ક્યા કહના? મોના ડાર્લિંગ તુમ ઇમરાન સે જાકર કહો, ઉસ કી માં હમારે કબજે મેં હૈ!
•
બહારગામ રહેતા પુત્રે પત્ર લખીને પરણવાનો નિર્ણય જણાવ્યો એટલે માતાએ તેને લખ્યુંઃ હું બહુ ખુશ થઈ છું. સ્ત્રી દેવી છે. પત્ની જીવનને સુખી બનાવે છે. તે મોટી સહાયક છે. તારું જીવન સ્વર્ગ બની જશે.
કાગળ નીચે પતિએ લખ્યુંઃ તારી મમ્મી પરબીડિયું ચોંટાડવા ગુંદર શોધવા ગઈ છે એટલે લખું છું કે સુખી થવું હોય તો તારી મમ્મી વાત માનીશ નહીં.
•
ચંગુએ પોતાના વકીલને મેસેજ કર્યોઃ કેસનું પરિણામ શું આવ્યું એ ટેક્સ્ટ મેસેજથી જણાવો.
વકીલે જવાબ આપ્યોઃ સત્યનો વિજય થયો.
ચંગુએ રિપ્લાય કર્યોઃ જલદી હાઈ કોર્ટમાં અપીલ કરો.
•
સરિતાબહેનઃ મારી દીકરી સાથે લગ્ન કરશો તો હું તમારા વજન જેટલાં ચાંદીનાં વાસણ આપીશ.
ચમનઃ છ મહિના પછી વાત.
સરિતાબહેનઃ કેમ? વિચાર કરવામાં આટલો સમય જોઈશે?
ચમનઃ નિર્ણય તો સેકન્ડમાં કરી લીધો છે, પરંતુ વજન વધારવામાં સમય જોઈએને!
•
પ્રિયતમઃ દુનિયા ગમે એ કહે, આપણે બે નહીં, પણ એક જ છીએ.
પ્રિયતમાઃ પણ રસોઈ તો હું બે જણની મૂકુંને?
•
વાળંદઃ તમે પહેલી વાર મારી દુકાનમાં આવ્યા છો?
ચંગુઃ ના ભાઈ, આ દાઢી પર લાગેલો ઘા તારી દુકાનનો જ છે.
•
દિલ્હીમાં ઠંડી ચમકારો બતાવવા માંડી છે પણ જ્યાં સુધી દિલ્હીના મહાપુરુષ શ્રી અરવિંદ કેજરીવાલ માથે મફલર નહિ બાંધે...
....ત્યાં સુધી હવામાન ખાતું શિયાળાના આગમનની સૂચના જાહેર કરશે નહિ!
•
રમેશઃ દોસ્ત, તું તો કહેતો હતો કે અહીંયા ખાલી ઘૂંટણ સુધી પાણી ભરાયા છે, પણ અહીં તો એટલું બધું પાણી ભરાયું હતું કે હું તો ડૂબતા ડૂબતા બચ્યો...
સુરેશઃ અરે યાર, વાત એમ છે કે હું અહીંયા નવો નવો આવ્યો છું. મેં સવારે અહીંયા બતકોને તરતી જોઈ હતી એમના તો ઘૂંટણ સુધી પાણી આવતું હતું.
•
