• જેહાદી શકમંદોની દરરોજ ધરપકડ થાય છે

સ્કોટલેન્ડ યાર્ડના આસિસ્ટન્ટ કમિશનર માર્ક રોલીએ દાવો કર્યો છે કે પોલીસ દરરોજ ISISની વિચારધારાથી અંજાયેલા જેહાદી શકમંદોની ધરપકડ કરી રહી છે અને પેરિસ ત્રાસવાદી હુમલાના પગલે સશસ્ત્ર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

સ્કોટલેન્ડ યાર્ડના આસિસ્ટન્ટ કમિશનર માર્ક રોલીએ દાવો કર્યો છે કે પોલીસ દરરોજ ISISની વિચારધારાથી અંજાયેલા જેહાદી શકમંદોની ધરપકડ કરી રહી છે અને પેરિસ ત્રાસવાદી હુમલાના પગલે સશસ્ત્ર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

તેમણે બ્રિટન ઉગ્રવાદીઓ દ્વારા ત્રાસવાદી હુમલાના નિશાન હેઠળ હોવાની ચેતવણી આપતા પ્રજાને સાવધ રહેવા જણાવ્યું હતું. સીરિયા અને ઈરાકના યુદ્ધમાં ભાગ લઈ બ્રિટન પાછાં ફરતા લડવૈયાઓ સહિત ISIS ઉગ્રવાદીઓ દ્વારા જોખમને ધ્યાનમાં લેતાં પોલીસ પ્રવૃત્તિ વધારી દેવાઈ છે.

• પ્રિન્સ ચાર્લ્સ ઈસ્લામિક ધર્મઝનૂનીઓ બાબતે ચિંતિત

પ્રિન્સ ચાર્લ્સે બ્રિટિશ ઈસ્લામિક ધર્મઝનૂનીઓની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ માટે ચોક્કસ ઉંમરે રોમાંચની શોધની લાગણીને અંશતઃ જવાબદાર ગણાવી હતી. પ્રિન્સે કહ્યું હતું કે, જે લોકો બ્રિટન આવે છે અથવા અહીં જન્મે છે અને અહીંની શાળાઓમાં જાય છે, તેમણે બ્રિટિશ મૂલ્યો અને દૃષ્ટિકોણને અપનાવવા જ જોઈએ. કટ્ટરવાદિતાને તમે કાર્પેટ હેઠળ છૂપાવી શકો નહિ. ઉદ્દામવાદને અટકાવવાનો પડકાર ઘણો મોટો છે.

• પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન દોરવા સામે વિરોધ

‘શાર્લી હેબ્દો’ના કાર્ટૂનિસ્ટો દ્વારા પ્રોફેટ મોહમ્મદના કાર્ટૂન દોરવાના વિરોધમાં કટ્ટરવાદી મુસ્લિમ એક્શન ફોરમના નેજા હેઠળ ૧,૦૦૦થી વધુ મુસ્લિમો તાજેતરમાં ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ફિલ્ડ માર્શલ બર્નાર્ડ મોન્ટગોમેરીની પ્રતિમાની આસપાસ એકત્ર થયા હતા. દેખાવકારોએ ૧૦૦,૦૦૦ બ્રિટિશ મુસ્લિમો દ્વારા સહી કરાયેલી હસ્તલિખિત પિટિશન પણ સુપરત કરી હતી. તેમણે લંડનમાં કૂચ પણ કરી હતી. બીજી તરફ, જમણેરી જૂથ ‘બ્રિટન ફર્સ્ટ’ દ્વારા પ્રતિવિરોધ કરાયો હતો.

• NHSના મેનેજરોના ખર્ચાળ વિદેશી પ્રવાસો

ટેલીગ્રાફના અહેવાલ અનુસાર NHSના મેનેજરોએ વિદેશી નર્સીસની શોધ માટે અતિ ખર્ચાળ જહાજોમાં ૧૦૦ જેટલાં વિદેશ પ્રવાસો કર્યા હતાં, પરંતુ ભરતી કરાયેલા ચારમાંથી એક સ્ટાફ એક વર્ષની અંદર જ નોકરી છોડી ગયા હતા. મેનેજરોએ એક સાથે આઠના જૂથમાં સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ અને ભારત જેવાં દેશોની મુલાકાતો લીધી હતી તેની ભારે ટીકાઓ થઈ છે. મેનેજરોની દલીલ એવી છે કે દેશમાં નર્સીસની અછત હોવાથી વિદેશમાં તેમના માટે નજર દોડાવવાની ફરજ પડી હતી.

• મુસ્લિમ તરૂણે સૈનિકોનો શિરચ્છેદ કરવાની યોજના ઘડી

ધર્માન્તર કરેલા ૧૯ વર્ષીય મુસ્લિમ તરૂણ બ્રુસ્થોમ ઝિઆમનીએ સૈનિકોનો શિરચ્છેદ કરવાની યોજના ઘડી હોવાની રજૂઆત ઓલ્ટ બેઈલી કોર્ટ જ્યૂરી સમક્ષ કરવામાં આવી હતી. તેણે આર્મી કેટેડ ટ્રેનિંગ સેન્ટરો વિશે સંશોધન કર્યું હતું. ગયા ઓગસ્ટમાં ધરપકડ કરાઈ હતી ત્યારે તેની પાસેથી કાળા ઈસ્લામિક ધ્વજમાં છુપાવેલું ૧૨ ઈંચનું ચાકુ અને હથોડા-કુહાડી મળી આવી હતી. ઝિઆમનીએ ફ્યુઝિલીઅર લી રિગ્બીના એક હત્યારા માઈકલ એડબોલાજોને લેજન્ડ ગણાવ્યો હતો.

• બ્રિટિશ પિતાના હુમલામાં જર્મન ફોટોગ્રાફરનું મોત

મિલિયોનેર બ્રિટિશ પિતા દેવિન્દર કાઈન્થે સ્પેનના રીસોર્ટમાં આઈપેડ પર તેમની પુત્રીની તસવીરો લેતા જર્મન ફોટોગ્રાફર સાન્ડ્રો રોટમાન પર હુમલો કરી માર માર્યા પછી તેનું મોત નીપજ્યું હતું. કાઈન્થે રોટમાનને ૨૦ મુક્કા માર્યા હતા. કાઈન્થની આ હુમલા મુદ્દે ધરપકડ કરાઈ હતી. આ ફોટોગ્રાફરે ૨૦૦૯માં ગ્લેમર મોડેલ કેટી પ્રાઈસ સાથે સહાયક તરીકે સ્પેનનો પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. મૃત્યુ અગાઉ નવ જાન્યુઆરીએ બાળ પોર્નોગ્રાફીના કેસમાં રોટમાનની ધરપકડ કરાઈ હતી.

• ઓગસ્ટના રમખાણકારો ફરી અપરાધના રવાડે

ઓગસ્ટ ૨૦૧૧માં લંડનની શેરીઓમાં આતંક અને હિંસા ફેલાવનારા રમખાણકારો તે પછીના વર્ષોમાં નવેસરથી હત્યા, બળાત્કાર, તોડફોડ અને લૂંટ સહિતના અપરાધોમાં સંકળાયા હોવાનું નવાં આંકડાઓમાં બહાર આવ્યું છે. ઓગસ્ટ રમખાણોમાં ચાર્જ કરાયેલા અથવા ચેતવણી અપાયેલા ૩,૯૧૪ અપરાધીમાંથી ૧,૫૯૩ અપરાધીએ ત્રણ વર્ષમાં ફરી ૬,૦૦૦ જેટલાં ગુનાઓ આચર્યાં છે.

• ટાવર હેમ્લેટના મેયરની ચૂંટણીમાં ગેરરીતિના પુરાવા

લંડનના ટાવર હેમ્લેટ બરોના એક વોર્ડમાં ૨૫ ટકા પોસ્ટલ મત એક જ મતદાર દ્વારા અપાયા હોઈ શકે તેવા ફોરેન્સિક પુરાવા મેયર લુત્ફુર રહેમાનને સાંકળતી ગેરરીતિ ટ્રાયલમાં રજૂ કરાયા છે. મતપત્રોની ફોરેન્સિક ચકાસણીમાં ચાર દાયકાઓ વીતાવનારા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે સમાનતાનું આટલું મોટું પ્રમાણ તેમણે કદી જોયું નથી. ચાર સ્થાનિક મતદારોએ રહેમાનની મેયરપદે પુનઃચૂંટણીને પડકારી છે.

અડધોઅડધ તરૂણીઓ ધમકીથી સેક્સમાં જોડાય છે

કિશોરાવસ્થાના સંબંધો અંગેના એક અભ્યાસ અનુસાર ૧૩ વર્ષ જેટલી કુમળી વયની બાળાઓ ધાકધમકીના કારણે સેક્સ્યુઅલ પ્રવૃત્તિમાં સામેલ થાય છે. તારણો જણાવે છે કે ૨૦ ટકા કિશોરીઓ તેમના બોયફ્રેન્ડના હાથે હિંસાનો શિકાર બને છે. ૧૩થી ૧૭ વર્ષની વયની પાંચમાંથી બે બાળા શારીરિક બળ અથવા અન્ય કારણોસર તેમની ઈચ્છાથી વિરુદ્ધ આગળ વધે છે. અન્ય ચાર યુરોપીય દેશોની સરખામણીએ ઈંગ્લેન્ડમાં જાતિય ધાકધમકી અને હિંસાનું પ્રમાણ વધુ હોવાનું પણ સંશોધને જણાવ્યું છે.

• પ્રીમિયર લીગના £૫.૧૩૬ બિલિયન કોન્ટ્રાક્ટમાં સ્કાય સ્પોર્ટ્સનો સિંહફાળો

સ્કાય સ્પોર્ટ્સે પ્રીમિયર લીગ મેચોનાં યુકે ટેલિવિઝન પ્રસારણ અધિકારોનો સિંહફાળો હસ્તગત કરવા જંગી £૫.૧૩૬ બિલિયનના કોન્ટ્રાક્ટમાં £૪.૧૭૬ બિલિયન ચુકવી જીત મેળવી છે. ગયા અઢી વર્ષ અગાઉના સોદામાં સ્કાય સ્પોર્ટ્સે £૨.૨૮ બિલિયન ચુકવ્યાં હતાં. આ સોદાના પરિણામે પ્રીમિયર લીગ ક્લબ્સને પણ ૨૦૧૬થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન વર્તમાન £૩.૦૧૮ બિલિયનના કોન્ટ્રાક્ટની સામે ભારે વધારો મળશે. આ સોદા માટે બીટી સ્પોર્ટ્સ પણ સ્પર્ધામાં હતી.

• યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના રૂમ્સમાંથી હજારો બાઈબલ દૂર કરાશે

એબેરસ્વિથ (Aberystwyth) યુનિવર્સિટીના અડધાથી વધુ વિદ્યાર્થીઓએ તેમના રૂમ્સમાંથી બાઈબલ દૂર કરવા માગણી કરી છે. અગાઉ, અન્ય યુનિવર્સિટીઓ દ્વારા આ માગણી મંજૂર કરાઈ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બહુસાંસ્કૃતિક વાતાવરણમાં બાઈબલ રાખવું ફરજિયાત ન હોવું જોઈએ. યુનિવર્સિટીની સ્ટુડન્ટ્સ યુનિયન કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ ચર્ચાશે. યુએસના ખ્રિસ્તી સંગઠન ગિડીઓન ઈન્ટરનેશનલ દ્વારા ૧.૮ બિલિયન બાઈબલ હોટેલ્સ, હોસ્પિટલ્સ અને કેર હોમ્સ સહિતની સંસ્થાઓને ૧૯૦૮થી મફત વહેંચાયા છે.

• જેહાદી શકમંદોની દરરોજ ધરપકડ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.