• ટેસ્કો ૧૦,૦૦૦ નોકરીમાં કાપ મૂકશે

વેચાણમાં મંદી અને નફામાં ઘટાડાના કારણે ટેસ્કોની ઓફિસો અને સ્ટોર્સમાં ૧૦,૦૦૦ જેટલી નોકરીઓમાં કાપ મૂકાશે. યુકેમાં ટેસ્કોના ૩૧૦,૦૦૦ કર્મચારી છે. ટેસ્કોની વડી કચેરીઓ અને બંધ કરાનારા ૪૩ સ્ટોર્સમાંથી ૬,૦૦૦ જેટલી નોકરી ઘટી જશે. સ્ટોર્સની કામગીરીમાં ધરમૂળથી ફેરફારથી બાકીની નોકરીઓમાં કાપ આવશે.

વેચાણમાં મંદી અને નફામાં ઘટાડાના કારણે ટેસ્કોની ઓફિસો અને સ્ટોર્સમાં ૧૦,૦૦૦ જેટલી નોકરીઓમાં કાપ મૂકાશે. યુકેમાં ટેસ્કોના ૩૧૦,૦૦૦ કર્મચારી છે. ટેસ્કોની વડી કચેરીઓ અને બંધ કરાનારા ૪૩ સ્ટોર્સમાંથી ૬,૦૦૦ જેટલી નોકરી ઘટી જશે. સ્ટોર્સની કામગીરીમાં ધરમૂળથી ફેરફારથી બાકીની નોકરીઓમાં કાપ આવશે.

• હાઈગેટ ઈંગ્લેન્ડનું ટોપ ટાઉન સેન્ટર રહ્યું નથી

સંઘર્ષરત સ્વતંત્ર દુકાનદારોના મતે હાઈગેટ ઈંગ્લેન્ડનું ટોપ ટાઉન સેન્ટર રહ્યું નથી. રાજ-કારા રાજાણી કહે છે કે ભાડાંમાં ભારે વધારાના લીધે ૩૦ વર્ષ પછી તેમને દુકાન બંધ કરવી પડશે. હાઈગેટમાં દેશમાં સૌથી ઓછી દુકાન ખાલી રહેવાનો દર હોવા છતાં તે વાસ્તવિકતાનું પ્રતિબિંબ નથી.

• અશરફી ગરીબ અને બીમાર લોકોની સેવા કરવા યુકે આવ્યો

લેસ્ટરમાં ચમત્કારના નામે £૬૫૦,૦૦૦ જેટલી ઠગાઈ કરનારા મોહમ્મદ અશરફીએ કોર્ટ સમક્ષ બચાવમાં કહ્યું હતું કે તે ચમત્કારના અનુભવ પછી ફેઈથ હીલિંગ તરફ વળ્યો હતો. ચાર વર્ષના પક્ષાઘાત પછી તેને સાઈબાબાના ચમત્કારનો અનુભવ થયો અને તે ચાલતો થયો હતો. આ પછી, યુકેના ગરીબ અને બીમાર લોકોની લોકોની સેવા કરવા તે અહીં આવ્યો હતો.

• બર્મિંગહામના બે ડ્રગ ડીલરને જેલની સજા

ઝિઆ ખાન અને અબ્દુલ સૂફીની કારમાં છુપાવેલું ૫૦,૦૦૦ પાઉન્ડની કિંમતનું હેરોઈન મળી આવ્યા પછી બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેમને જેલની સજા ફરમાવી છે. નવેમ્બર ૨૦૧૩ના આ ગુનામાં ઝિઆ ખાનને ચાર વર્ષ આઠ મહિના અને અબ્દુલ સૂફીને સાત વર્ષની સજા થઈ છે.

• રેડબ્રિજના શીખ સમુદાયનો ચૂંટણી મેનિફેસ્ટો

રેડબ્રિજ બરોના શીખ સમુદાયે ૧૦ મુદ્દાનો સામાન્ય ચૂંટણી મેનિફેસ્ટો તૈયાર કર્યો છે, જે ૨૬ ફેબ્રુઆરીએ હાઉસ ઓફ પાર્લામેન્ટમાં લોન્ચ કરાશે. મેનિફેસ્ટોમાં ૧૯૮૪ના અમૃતસર તથા દીલ્હી હત્યાકાંડોની સ્વતંત્ર તપાસની માગણી મુખ્ય છે. રેડબ્રિજના ચાર મતક્ષેત્રના ઉમેદવાર અને તેમના પક્ષોને આ મુદ્દાઓ વિશે વલણ સ્પષ્ટ કરવા જણાવાશે.

• કેન્સરગ્રસ્ત બહાદુર પોલીસ અધિકારીનું સન્માન

લ્યુકેમિયા કેન્સરના નિદાનના ત્રણ મિહના પછી પોતાની ફરજ પર પાછા ફરેલા ૩૮ વર્ષીય બહાદુર પોલીસ અધિકારી ફિઆઝ ઈસ્માઈલને સેવાપ્રતિબદ્ધતા એવોર્ડથી સન્માનિત કરાયા છે. ફિઆઝને ઓક્ટોબર ૨૦૧૩માં લોહીના કેન્સરનું નિદાન થયું હતું. તેઓ જાન્યુઆરીમાં ફરજમાં જોડાઈ ગયા હતા.

• જાસો મનોકરન માટે સ્ટેમ સેલ મેચિંગ મળતા આનંદ

લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા કેન્સરનું નિદાન થયા પછી હેરોના શ્રીલંકન તામિલ જાસો મનોકરન માટે સ્ટેમ સેલ મેચિંગ મળતા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. એન્થોની નોલાન રજિસ્ટરમાં વંશીય દાતાઓની સંખ્યા નગણ્ય હોવાથી યોગ્ય મેચિંગ મળવાનું મુશ્કેલ હતું. તેની પત્ની જાસ્મિનીએ પણ રજિસ્ટરમાં નામ નોંધાવી શ્રીલંકન તામિલોની નોંધણીનું અભિયાન ચલાવ્યું હતું.

• કૌભાંડના £૨૩૦૦૦ પરત ચુકવવા આદેશ

બે કરતા વધુ વર્ષ ઓયસ્ટર કાર્ડ ટોપ-અપ કૌભાંડ ચલાવનારા ક્રિકલવૂડના ન્યૂઝ એજન્ટ ગિરિશ પટેલને તેમણે ચોરેલા £૨૩,૦૦૦ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL)ને જુલાઈ ૨૦૧૫ સુધીમાં પાછા આપવાનો આદેશ કરાયો છે. ગિરિશ પટેલ ગ્રાહકો પાસેથી ઓયસ્ટર કાર્ડ ટોપ-અપ કરાવવાના નાણા લેતા હતા, પરંતુ તે જમા ન કરાવી ખિસ્સાભેગા કરતા હતા. પટેલને અગાઉ પણ છેતરપીંડી બદલ નવેમ્બર ૨૦૧૪માં ૧૪ મહિનાની સજા થઈ હતી.

• બંદૂકની અણીએ લૂંટ બદલ તરુણોને જેલ

હેરો ક્રાઉન કોર્ટે વેસ્ટ લંડનના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવનારા ત્રણ કિશોર ફૈઝલ મસૂદ, મેલ્શેઝિદેક વિલિયમ્સ અને ક્યાન ભોલાને લૂંટના ૧૩ ગુના માટે કુલ ૩૨ વર્ષની સજા ફરમાવી છે. ત્રણ સપ્તાહ ચાલેલી ટ્રાયલમાં ૯૬ સાક્ષી તપાસાયા હતા. મસૂદ, અને વિલિયમ્સને લૂંટના કાવતરા માટે ૧૨-૧૨ વર્ષ તથા શસ્ત્રો રાખવા માટે છ-છ વર્ષની સજા થઈ હતી, જે એકસાથે ભોગવવી પડશે. ભોલાને લૂંટ માટે આઠ વર્ષ અને શસ્ત્ર રાખવા માટે ચાર વર્ષની સજા થઈ હતી, જે સાથે ભોગવવાની રહેશે.

• ઈલિંગ અને હેરો ખરાબ ખાદ્ય સ્વચ્છતા ધોરણોની યાદીમાં

કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના તારણો અનુસાર યુકેમાં ખાદ્ય સ્વચ્છતાના ધોરણોમાં ઈલિંગ અને હેરો ૧૦ સૌથી ખરાબ સ્થળોમાં ટોપ પર છે. ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સીને ૩૯૮ સ્થાનિક ઓથોરિટી દ્વારા અપાયેલા તાજા ડેટાના અભ્યાસના આધારે ગ્રૂપે સૌથી ખરાબ સ્થળોની યાદી તૈયાર કરી છે.

• ટેસ્કો ૧૦,૦૦૦ નોકરીમાં કાપ મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.