પતિ સામે રતિ અગ્નિહોત્રીની પોલીસ ફરિયાદ

પતિ સામે રતિ અગ્નિહોત્રીની પોલીસ ફરિયાદ

રોમેન્ટિક ફિલ્મ ‘એક દુજે કે લીએ’ની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ તેના પતિ સામે પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.

રોમેન્ટિક ફિલ્મ ‘એક દુજે કે લીએ’ની જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ તેના પતિ સામે પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. રતિ અગ્નિહોત્રીએ વર્ષ ૧૯૮૫માં અનિલ વિરવાણી સાથે લગ્ન કર્યા હતા. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. મુંબઇના ડેપ્યુટી પોલીસ કમિશનર એસ. જયકુમારે જણાવ્યું હતું કે વિરવાણી સામે આઈપીસીની કલમ ૪૯૮એ, ૩૨૩, ૩૫૦ અને ૫૦૬ હેઠળ કેસ દાખલ થયો છે. અમે આ કેસની તપાસ કરીશું અને જરૂરી કાર્યવાહી તરીશું.

૫૪ વર્ષીય રતિ મુંબઈના વરલી વિસ્તારમાં તેના પતિ અને અભિનેતા પુત્ર તનુજ સાથે રહે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ઘણાં સમયથી આવો ત્રાસ સહન કરે છે. જોકે તેનાં પતિ સાથે કેમ આવો ત્રાસ આપે છે તેનું કારણ તેણે જણાવ્યું નથી.

પતિ સામે રતિ અગ્નિહોત્રીની પોલીસ ફરિયાદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.