ભાઇનું આલિંગન બહેનને સ્મૃતિ

લંડનઃ ડેવન શહેરમાં રહેતી ૧૬ વર્ષની ટીનેજર કોલ ઇનમેનની દોઢ વર્ષ પહેલાં કરોડરજ્જુ સાથે સંબંધિત એક બીમારીના કારણથી સર્જરી થઇ હતી. તે પછી કોલનું જીવન કોરા કાગળ જેવું બની રહ્યું હતું. તેના માનસપટ પરથી તમામ સ્મૃતિ ભૂંસાઇ ગઇ હતી. આ સ્મૃતિ પાછી લાવવા માટે તબીબો અને પરિવારે અથાક પ્રયાસ કર્યા હતા, પરંતુ કંઇ લાભ થયો નહીં. એક દિવસ કોલનો નાનો ભાઇ તેને ભેટ્યો અને વીજળીના ચમકારાની જેમ કોલની સ્મૃતિ પાછી ફરી. 

કોલને વિસ્મૃતિની સમસ્યા એટલી ગંભીર હતી કે અન્ય પરિચિતોને તો ઠીક પોતાની જાતને સુદ્ધાં ઓળખી શકતી નહોતી. તેની સ્મૃતિ પાછી લાવવાના તબીબોની તમામ જહેમત એળે ગઇ હતી. પણ આજે કોલ ખુશ ખુશ છે. તે કહે છે કે ફેમિલી આલ્બમમાં મારી જાતને જ્યારે જોતી હતી ત્યારે એવું લાગતું હતું કે તે છોકરીને ક્યારેક જોઇ છે.
કોલ કહે છે કે હોસ્પિટલમાં સ્મૃતિ પાછી લાવવા અનેક ઉપચાર થયા, પરંતુ કોઇ લાભ ના થયો. પછી મને ઘેર મોકલી દેવામાં આવી. એક દિવસ હું મારા રૂમમાં બેઠી હતી. અચાનક દરવાજો ખૂલ્યો, મારો નાનો ભાઇ કૈલેબ અંદર આવ્યો અને મને ભેટી પડ્યો. તે મને ભેટતાં જાણે કે ક્લીક થવાનો અનુભવ થયો. એવી લાગણી કે જાણે કોઇએ લાઇટ કરવા બટન દાબ્યું હોય. મને લાગ્યું કે મગજ મારી તમામ સ્મૃતિને સ્કેન કરી રહ્યું હતું.
એક ઓપરશન અને...
વીતેલા બે વર્ષથી કોલ માથાના દુખાવાથી પીડાતી હતી. ગયા વર્ષે તો માથું ચઢ્યા પછી તે મૂર્છિત થઇ ગઇ. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે તે ન્યૂરો સંબંધિત બીમારી ઇડિયોપથિક ઇન્ટ્રાક્રોનિયલ હાઇપર ટેન્શનથી પીડાઇ રહી છે. તેની કરોડરજ્જુમાં પાણીનું પ્રમાણ રાબેતા મુજબ કરતાં બમણું હતું. આ પાણી કાઢવાની સર્જરી દરમિયાન તેની કરોડરજ્જુ ઇજાગ્રસ્ત થઇ અને તે એમ્નેસિયાનો શિકાર બની ગઇ. પરિણામે તેની સ્મૃતિ જતી રહી.

ભાઇનું આલિંગન બહેનને સ્મૃતિ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.