મકાન વેચવાનું છે - સાથે પત્ની ફ્રી!

મકાન વેચવાનું છે - સાથે પત્ની ફ
indonesia-house-wife

સ્લેમેનઃ ઘર વેચવાની જાહેરાતો તો દરરોજ લાખોની સંખ્યામાં પ્રસિદ્ધ થતી હશે, પણ ઇન્ડોનેશિયામાં એક મહિલાએ તેનું ઘર વેચવા જાહેરખબર સાથે જે ઓફર કરી છે તેના લીધે જાહેરખબરનો વીડિયો વાયરલ થઇ ગયો છે. ‘ઓફર’ જોતાં તો લાગે છે કે તેનું મકાન ચોક્કસ અને ઝડપથી વેચાઈ જશે.

આમ તો અન્ય કોઈ મકાનની જાહેરખબર હોય તે જ પ્રકારે આ જાહેરખબર આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે એક માળના બિલ્ડિંગમાં બે બેડરૂમ, બે બાથરૂમ, એક પાર્કિંગ સ્પેસ અને એક ફિશ પોન્ડનો સમાવેશ છે. પરંતુ એડ્માં આ સિવાય જે ઓફર મળી છે તે ભાગ્યે જ કોઈ એડ્માં જોવા કે સાંભળવા મળી હશે.
જાહેરખબરમાં લખ્યું છે કે ‘તમે ઘર ખરીદતી વખતે ઘરમાલિકને તમારી સાથે પરણવાની દરખાસ્ત કરી શકો છો’. એડ્માં આ સાથે ઘરમાલિક ૪૦ વર્ષીય વિના લિયાનો ફોટો પણ છે, તે બ્યૂટી સલોન ચલાવે છે અને તેના પતિનું મૃત્યુ થયું છે. જાહેરખબરમાં લખ્યું છે કે ડીલમાં કેટલીક શરતો લાગુ પડશે. સાથે નોંધ્યું છે કે આ ઓફર મકાન ખરીદવા પ્રત્યે ગંભીર હોય તેમના માટે જ છે અને સોદામાં કોઈ બાંધછોડ નહીં થાય. આ ઘર ૭૫,૦૦૦ ડોલર (આશરે ૪૫ લાખ રૂપિયા)માં વેચવા માટે બજારમાં મૂકવામાં આવ્યું છે.

મકાન વેચવાનું છે - સાથે પત્ની ફ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.