મને બેટિંગ વિકેટો બનાવવા સુચના અપાઈ છેઃ પીચ ક્યુરેટરનો ધડાકો

હેમિલ્ટનઃ આ વખતે ૨૦૧૫ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રનનો વરસાદ થઈ રહ્યો છે. લગભગ દરેક મેચમાં સરેરાશ ૩૦૦ રન થઈ રહ્યા છે. એમાંય અફઘાનિસ્તાન કે યુએઈ કે સ્કોટલેન્ડ જેવી ટીમો સામે તો રનનો આંકડો ૪૦૦ને પણ વટી જતો જોવા મળ્યો છે. સાઉથ આફ્રિકા કે વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમે ૪૦૦થી વધુનો સ્કોર નોંધાવ્યો છે. 

હેમિલ્ટનઃ આ વખતે ૨૦૧૫ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રનનો વરસાદ થઈ રહ્યો છે. લગભગ દરેક મેચમાં સરેરાશ ૩૦૦ રન થઈ રહ્યા છે. એમાંય અફઘાનિસ્તાન કે યુએઈ કે સ્કોટલેન્ડ જેવી ટીમો સામે તો રનનો આંકડો ૪૦૦ને પણ વટી જતો જોવા મળ્યો છે. સાઉથ આફ્રિકા કે વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમે ૪૦૦થી વધુનો સ્કોર નોંધાવ્યો છે.
આમ થવાનું રહસ્ય હેમિલ્ટનના સેડોન પાર્કના ક્યુરેટર કાર્લ જ્હોન્સને છતું કર્યું છે. તેણે ઘટસ્ફોટ કર્યો છે કે તમામ મેદાન પર સપાટ અને બેટિંગને માફક આવે તેવી પિચો બનાવવાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સૂચના આપી છે.
વિશ્વમાં ઘણા દેશોમાં પિચ બનાવવામાં મદદ કરનારા કાર્લ જ્હોન્સને જણાવ્યું હતું કે રનથી ભરપુર વિકેટ બનાવવાની કવાયત તો એક વર્ષ અગાઉ શરૂ થઈ ગઈ હતી. પિચ બનાવતી વખતે તમામ તબક્કે એક બાબતનું ધ્યાન રાખવામાં આવતું હતું કે વિકેટ બિલકુલ ફ્લેટ હોવી જોઇએ.
વર્લ્ડ કપમાં ક્યુરેટર્સને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈએ મીડિયા સાથે વાતચીત કરવી નહીં, પરંતુ ખુદ ક્રિકેટર રહી ચૂકેલા કાર્લે જણાવ્યું હતું કે હું જરાય અચકાતો નથી અને અમે એ જ કર્યું છે જે અમને કહેવામાં આવ્યું છે.
આઇસીસીના પિચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને એક વર્ષ અગાઉ તમામ ક્યુરેટરને બોલાવીને આદેશ આપ્યો હતો કે તેમને કેવી પિચ જોઇએ છીએ. એ પછી અમારા તમામ વચ્ચે ઇ-મેલ થતા રહ્યા હતા. એટકિન્સને એ પછી તમામ મેદાનની મુલાકાત પણ લીધી હતી. વર્લ્ડ કપના બે મહિના બાકી હતા ત્યારે તો તેમની અવરજવર વધી ગઈ હતી.
આઇસીસીનો આગ્રહ હતો કે રનથી ભરપુર જ વિકેટ બનવી જોઇએ તેમ કહીને કાર્લ ઉમેરે છે કે ફિલ્ડિંગમાં આટલા બધા નિયંત્રણ હોવા ઉપરાંત આ પ્રકારની વિકેટ બનાવવી તે તો બોલર ઉપર જરા વધારે પડતી મુશ્કેલી કહી શકાય. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ૨૫ વખત ૩૦૦થી વધુનો સ્કોર નોંધાયો છે. આ ઉપરાંત ૨૯ સદી નોંધાઈ છે જેમાંથી એકલા સંગાકરાએ જ ચાર સદી ફટકારી છે તો ક્રિસ ગેઈલે બેવડી સદી પણ નોંધાવી છે. ૨૦૧૧માં ૩૦૦નો સ્કોર ૧૭ વખત નોંધાયો હતો જ્યારે આ વખતે ૨૫ વખત નોંધાયાે છે.

મને બેટિંગ વિકેટો બનાવવા સુચના અપાઈ છેઃ પીચ ક્યુરેટરનો ધડાકો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.