યુકેના આર્ટિસ્ટ હેમિના શાહનું ‘આ ભી જા’ સિંગલ્સ દ્વારા પદાર્પણ

યુકેના આર્ટિસ્ટ હેમિના શાહનુ
Hemina Shah- Aa Bhi Ja Cover

લંડનઃ બ્રિટનના પ્રતિભાશાળી પર્ફોર્મિંગ આર્ટિસ્ટ હેમિના શાહનું પદાર્પણ મનમોહક સિંગલ ‘આ ભી જા’ સાથે ગુરુવાર ૧૯ માર્ચે વૈશ્વિક રીલિઝ સાથે થઈ રહ્યું છે. તેમનાં આગામી આલ્બમનું નિર્માણ પાકિસ્તાની નિર્માતાઓ ઝરીન ખાન અને સોનુ ખાન દ્વારા કરાયું છે.

લંડનઃ બ્રિટનના પ્રતિભાશાળી પર્ફોર્મિંગ આર્ટિસ્ટ હેમિના શાહનું પદાર્પણ મનમોહક સિંગલ ‘આ ભી જા’ સાથે ગુરુવાર ૧૯ માર્ચે વૈશ્વિક રીલિઝ સાથે થઈ રહ્યું છે. તેમનાં આગામી આલ્બમનું નિર્માણ પાકિસ્તાની નિર્માતાઓ ઝરીન ખાન અને સોનુ ખાન દ્વારા કરાયું છે.

‘આ ભી જા’ તૂટી ગયેલાં સંબંધો વિશેનું ઉર્દુ ભાષામાં હૃદયસ્પર્શી ઉર્મિકાવ્ય છે, જેને હેમિના શાહે દર્દીલો કંઠ આપ્યો છે. સંગીતની સમૃદ્ધિ સાથે બોલીવૂડની રોક સ્ટાઈલની તર્જમાં આ ગીત દૂર ચાલ્યા ગયેલા પ્રેમીજન પાછાં આવે તેવી ઈચ્છા અને લાગણીનું પ્રદર્શન કરે છે.

હેમિના શાહ કહે છે કે, ‘ મારું પોતાનું સંગીત રીલિઝ કરવાની મારી મહત્ત્વાકાંક્ષા હતી. ગત વર્ષ સ્ટુડિયોમાં આલ્બમ પર કામ કરવાની બાબત મારાં માટે સુંદર સંગીતમય યાત્રા બની રહ્યું હતું. ‘આ ભી જા’ ઊંડાણભરેલા શબ્દો સાથે સુંદર સ્વરરચના છે અને લોકો તેની સાથે જોડાઈ શકશે તેની મને ખાતરી છે. આ ઉત્સાહપૂર્ણ સમય છે અને મારાં બાકીના સંગીતમાં બધાંને સહભાગી બનાવવા હું ઉત્સુક છું.’

લોકપ્રિય બ્રિટિશ કલાકાર અવિના શાહનાં બહેન હેમિના શાહ સમગ્ર યુકે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં શાહરુખ ખાન, ભારતના અંતાક્ષરી ગુરુ અનુ કપૂર અને નિર્માતા બાલી સાગુ સહિતની સેલિબ્રિટી સાથે પરફોર્મ કરીને વિવિધતાપૂર્ણ ભારતીય સંગીતથી લોકોનાં દિલ જીતી રહ્યાં છે. તેઓ યુકેની પ્રોડક્શન કંપનીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાપનો તેમ જ રિમિક્સ અને ફ્યુઝન આલ્બમ્સમાં પોતાનો અવાજ આપી રહ્યાં છે. તેમનું એક આલ્બમ એશિયન ચાર્ટમાં ૧૨ સપ્તાહ સુધી પ્રથમ ક્રમે રહ્યું હતું.

યુકેના આર્ટિસ્ટ હેમિના શાહનુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.