સંસદભવનમાં ઉંદરડાને પકડવા માઉસ હોટલાઈન

સંસદભવનમાં ઉંદરડાને પકડવા માઉસ હોટલાઈન

લંડનઃ બ્રિટનના ભવ્ય સંસદભવનનું માળખું ખખડી ગયું છે અને અહીં ઉંદરડા પણ આંટાફેરા કરતા જોવા મળે છે. ટોચના અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તાકીદે સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આ બિલ્ડીંગને ખાલી કરી નાંખવું પડશે

લંડનઃ બ્રિટનના ભવ્ય સંસદભવનનું માળખું ખખડી ગયું છે અને અહીં ઉંદરડા પણ આંટાફેરા કરતા જોવા મળે છે. ટોચના અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો તાકીદે સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આ બિલ્ડીંગને ખાલી કરી નાંખવું પડશે. ચોમાસામાં વરસતા વરસાદથી બચવા માટે અહીં સંસદસભ્યોને વેસ્ટ પેપર બાસ્કેટનો ઉપયોગ કરવો પડે છે અને વાયુ પ્રદૂષણને કારણે પાર્લામેન્ટ બિલ્ડિંગનું ઓર્નેટ સ્ટોનવર્ક ધીમે ધીમે ઝંખવાઈ રહ્યું છે.
સંસદસભ્યોના ટી-રૂમની આજુબાજુમાં ઉંદરડા સતત આંટા મારતા જોવા મળી રહ્યા છે અને કોઈ ઉંદરડો દેખાય કે તરત જ તેને ઝડપી લેવાય તે માટે એક માઉસ હોટલાઈન પણ શરૂ કરવામાં આવી છે.
સંસદસભ્ય એન મેકિન્ટોશે તો હાઉસ ઓફ કોમન્સની લાઈબ્રેરીમાં મોડી રાત્રે ઊંદરને આંટા મારતો નિહાળ્યો પછી એવું સૂચન કર્યું હતું કે આ ઉંદરડાને ભગાડી મૂકવા માટે સંસદભવને બાજુના એનિમલ શેલ્ટરમાંથી એક બિલાડી એડોપ્ટ કરવી જોઈએ. અલબત્ત, તેમના આ સૂચનને નકારી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંસદસભ્યોએ વર્કિંગ એરિયામાં મોકળાશનો અભાવ અને ખામીયુક્ત હિટીંગની ફરિયાદો પણ કરી છે.
આ પ્રોબ્લેમ કેટલો ગંભીર છે તેનો ખ્યાલ હાઉસ ઓફ કોમન્સના સ્પિકર જોન બર્કોએ તાજેતરમાં તેમના ભાષણમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સંસદભવનમાં રિપેરિંગ માટે ત્રણ બિલિયન પાઉન્ડનો ખર્ચો થાય તેમ છે. આવતા દસકામાં મોટા પાયે રિનોવેશન હાથ ધરવામાં નહીં આવે તો સંસદસભ્યોએ વર્ષો સુધી સંસદથી દૂર રહેવું પડશે.’ જોકે રિનોવેશનનું કામ ૨૦૨૧ પહેલાં શરૂ થવાની શક્યતા નથી.
ચાર્લ્સ બેરી તથા ઓગસ્ટ્સ પુગિને ડિઝાઈન કરેલા આ સંસદભવનનું નિર્માણ કાર્ય ૧૮૭૦માં પૂર્ણ થયું હતું. ઓલ્ડ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મોટા ભાગના અને હાઉસ ઓફ કોમન્સના કેટલાક હિસ્સાને ૧૮૩૪માં લાગેલી આગમાં ભારે નુકસાન થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી આ ઈમારતોનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઈમારતને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પણ મળેલો છે.

સંસદભવનમાં ઉંદરડાને પકડવા માઉસ હોટલાઈન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.