સુધીર કુમારને કલરે ફસાવ્યો, પણ સચિને બચાવ્યો!

સુધીર કુમારને કલરે ફસાવ્યો, પણ સચિને બચાવ્યો!

હેમિલ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસક નંબર વન બની ચૂકેલા સુધીર કુમાર ચૌધરી ઉર્ફે સુધીર ગૌતમ એક મોટી મુસીબતમાંથી માંડ માંડ બચ્યો છે. વર્લ્ડ કપમાં ટીમનું સમર્થન કરવા માટે ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝિલેન્ડ પહોંચેલા સુધીરને ઓકલેન્ડમાં મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.

હેમિલ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસક નંબર વન બની ચૂકેલા સુધીર કુમાર ચૌધરી ઉર્ફે સુધીર ગૌતમ એક મોટી મુસીબતમાંથી માંડ માંડ બચ્યો છે. વર્લ્ડ કપમાં ટીમનું સમર્થન કરવા માટે ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝિલેન્ડ પહોંચેલા સુધીરને ઓકલેન્ડમાં મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
ઓકલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેને ૧૪૦૦ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કાં તો તેને દંડ ભરવાનો હતો કે પછી ભારત પરત ફરવું પડે તેમ હતું, પરંતુ સુધીર જેનો સૌથી મોટો ચાહક છે તેવા સચિન તેંડુલકર સાથેની તેની તસવીરો અને વીઝા માટે માસ્ટર બ્લાસ્ટર દ્વારા લખવામાં આવેલા પત્રે તેને મુશ્કેલીમાંથી બચાવી લીધો હતો.
શું બન્યું હતું?
ભારતની પ્રત્યેક મેચમાં મેદાન પર ત્રિરંગો અને શંખ સાથે પહોંચનારો સુધીર મેચ પહેલા પોતાના શરીરને ત્રિરંગાથી રંગે છે. સુધીર અહીં બે બેગ લઈને આવ્યો છે જેમાં એક બેગમાં અડધાથી વધારે કલરના ડબ્બા ભરેલા છે. જેમાં કેસરી, લીલો, સફેદ અને વાદળી રંગના નાના-નાના ડબ્બા અને પેઈન્ટ રિમુવર લઈને આવ્યો છે. અત્યારે તે પોતાના મોઢા અને શરીર પર જાતે કલર કરે છે.
જોકે, તેને ખ્યાલ નહોતો કે ઘણા દેશોમાં આવા લિક્વિડ કલર લઈને જવું પ્રતિબંધિત છે. ઓકલેન્ડમાં ડોગ સ્ક્વોડના એક કૂતરાએ તેને અટકાવ્યો હતો. તરત જ સિક્યુરિટી એલર્ટ જાહેર થઈ ગયું હતું. સુરક્ષાકર્મીઓએ તેના બેગની તલાશી લીધી હતી. જેમાં કલર કરતા વધારે વાંધાજનક કલર રિમૂવર જણાયું હતું. સુરક્ષા અધિકારીઓના મતે તેનાથી વિમાનમાં આગ લાગી શકે તેમ હતી.
સુધીર સામે બીજી એક મોટી સમસ્યા ભાષાની હતી. શરૂઆતમાં સુધીરને ત્રણ મહિલા અધિકારીઓએ પકડ્યો હતો. સુધીરે તેને સચિન સાથેની તસવીરો દેખાડી, પરંતુ તેમને તેનાથી કોઈ ફરક પડતો ન હતો કે તે કોણ છે અને કોને ઓળખે છે. સુધીરની બેગમાંથી એક અડધુ ખાધેલું સફરજન પણ નીકળ્યું હતું જેના પર ૪૦૦ ડોલરનો દંડ કરાયો હતો. મહિલા અધિકારીઓએ કહ્યું કે તે દંડ માફ કરી શકે છે, પરંતુ કલર રિમૂવર ઘણો ગંભીર મામલો છે.
છેવટે સચિનના કારણે બચ્યો
એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓએ સુધીરની પૂછપરછ કરી હતી. આ સમયે એક રિપોર્ટરે દુભાષિયાનું કામ કરીને અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે કોઈ અપરાધી નથી. તે ફક્ત નિયમ જાણતો ન હતો. અંતે કેવિન નામના એક મોટા અધિકારી ત્યાં આવ્યા અને પૂછ્યું કે તે ક્રિકેટ માટે અહીં આવ્યો છે? આ સમયે સુધીરે તેમને વાત જણાવી હતી. બાદમાં સચિનને લઈને વાતચીત શરૂ થઈ હતી. ક્રિકેટપ્રેમી કેવિને કહ્યું કે તે પણ સચિનનો પ્રશંસક છે અને તેણે સુધીરને ટીવી પર જોયો છે.
બાદમાં સુધીરે કેવિનને વીઝા માટે સચિને લખેલા પત્ર અને તેની સાથેની તસવીરોનું આલબમ તથા મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ પણ દેખાડી હતી. તેનાથી કેવિન પ્રભાવિત થયો હતો. બાદમાં તેણે કહ્યું હતું કે હું તારા પર ૧,૦૦૦ ડોલરનો દંડ ફટકારી શકું છું. જોકે સુધીરે કહ્યું કે તેની પાસે આટલા પૈસા નથી. અંતે કેવિને તેને કહ્યું કે તેણે તેને માફ કરી દીધો છે. એટલું જ નહીં, તેને કલર તથા રિમૂવર પણ સાથે લઈ જવાની મંજૂરી આપી હતી.

સુધીર કુમારને કલરે ફસાવ્યો, પણ સચિને બચાવ્યો!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.