• ચાર વર્ષમાં બ્રિટિશ આર્મી માત્ર ૫૦,૦૦૦નું થઈ જશે

રોયલ યુનાઈટેડ સર્વિસીસ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર આગામી ચાર વર્ષમાં બ્રિટિશ આર્મીમાં કાપ મૂકાઈને તેની સંખ્યા માત્ર ૫૦,૦૦૦ની રહેશે તેવી ચેતવણી અપાઈ છે. આગામી પાર્લામેન્ટના કાર્યકાળમાં ડિફેન્સ બજેટ્સમાં વધુ ૧૦ ટકાનો કાપ મૂકાય તેવી શક્યતા પણ રિપોર્ટમાં દર્શાવાઈ છે. આના પરિણામે, ૨૫૦ વર્ષમાં બ્રિટિશ આર્મીના ત્રણે દળોમાં ૪૨,૦૦૦ કર્મચારીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે.

રોયલ યુનાઈટેડ સર્વિસીસ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર આગામી ચાર વર્ષમાં બ્રિટિશ આર્મીમાં કાપ મૂકાઈને તેની સંખ્યા માત્ર ૫૦,૦૦૦ની રહેશે તેવી ચેતવણી અપાઈ છે. આગામી પાર્લામેન્ટના કાર્યકાળમાં ડિફેન્સ બજેટ્સમાં વધુ ૧૦ ટકાનો કાપ મૂકાય તેવી શક્યતા પણ રિપોર્ટમાં દર્શાવાઈ છે. આના પરિણામે, ૨૫૦ વર્ષમાં બ્રિટિશ આર્મીના ત્રણે દળોમાં ૪૨,૦૦૦ કર્મચારીનો સૌથી મોટો ઘટાડો જોવા મળશે.

• લિબરલ ડેમોક્રેટ્સ સામે કોમન્સ પાસ મુદ્દે સંસદીય તપાસની શક્યતા

લિબરલ ડેમોક્રેટ્સના પૂર્વ ચીફ ફંડ રેઈઝર ઈબ્રાહીમ તાગુરી દ્વારા હાઉસ ઓફ કોમન્સના પાસના દુરુપયોગ બાબતે વિવાદ સર્જાયો છે. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી સામે સંસદીય અને પોલીસ તપાસ થાય તેવી શક્યતા છે. વેસ્ટમિન્સ્ટર ખાતે સલામતી માટે જવાબદાર અધિકારી દ્વારા હાલ આ પાસ સસ્પેન્ડ કરી દેવાયો છે. પોલીસને લિબ ડેમને અપાયેલા સંભવિત ગેરકાયદે ફાળાની તપાસ કરવા જણાવાયું છે. તપાસના પરિણામે રાજકીય પક્ષોના હોદ્દેદારોના પાસ છીનવાઈ જવાની પણ શક્યતા છે.

• ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં મુસ્લિમ બંદગીનો વિવાદ

સેન્ટ્રલ લંડનના વોટર્લુ ખાતે સેન્ટ જહોન્સ ચર્ચમાં સંખ્યાબંધ મુસ્લિમોએ સૌપ્રથમ વખત સંપૂર્ણ ઈસ્લામિક પ્રાર્થના સર્વિસમાં ભાગ લીધો હતો. અગ્રણી ઉદારવાદી પાદરી કેનોન ગાઈલ્સ ગોડાર્ડે ‘ઈન્ક્લુઝિવ મોસ્ક’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાદરી ગોડાર્ડે બાઈબલમાંથી એક પેસેજ વાંચી અલ્લાહનો આભાર માનવા સભાને જણાવ્યું હતું. જોકે, ઇવેન્જેલિકલ પાદરીઓએ ચર્ચમાં અન્ય ધર્મીઓને પ્રાર્થના માટે જગ્યા ફાળવવાનો ભારે વિરોધ કર્યો છે.

• ભારે ખોટ જતાં મોરિસન્સ ૨૩ સ્ટોર્સ બંધ કરશે

સુપરમાર્કેટ ગ્રૂપ મોરિસન્સને ૭૯૨ મિલિયન પાઉન્ડની ભારે ખોટ જતાં તે ૨૩ સ્થાનિક કન્વીનિઅન્સ સ્ટોર્સ બંધ કરશે. બ્રિટનના ચોથા ક્રમના સૌથી મોટા ગ્રોસર દ્વારા ૨૩ સ્ટોર્સ બંધ થવાથી આશરે ૩૦૦ નોકરીમાં કાપ મૂકાશે. વેચાણોમાં ભારે મંદી અને સુપરમાર્કેટ્સની વેલ્યુમાં £૧.૩ બિલિયનની માંડવાળ તેમ જ ખરીદારોને આકર્ષવા કિંમતોમાં ઘટાડો કરવાના પરિણામે આઠ વર્ષમાં સૌથી ભારે ખોટ ગઈ છે.

• રેલવે પ્રવાસી પાસે કારપાર્કિંગ માટે દૈનિક £૨૧૫ લેવાય છે

બ્રિટિશ ટ્રેન ઓપરેટરોએ ગયા વર્ષે પાર્કિંગ અને કેટરિંગ જેવા નોન-રેલવે ચાર્જિસમાં ચાર ટકાથી વધુની વૃદ્ધિ સાથે આશરે £૮૦૦ મિલિયનની કમાણી કરી છે. કેટલાંક સ્ટેશનોએ કાર પાર્કિંગના ૧૨ કલાકના ઉપયોગ માટે £૨૧૫નો દૈનિક ચાર્જ વસૂલાય છે. સૌથી ખર્ચાળ વાર્ષિક પાર્કિંગ ટિકિટ માટે £૩,૦૦૦થી વધુ કિંમત લેવાય છે. રેલ કંપનીઓ ધોળા દહાડે લૂંટ ચલાવતી હોવાનો આક્ષેપ કરાયો છે.

• જુનિયર અધિકારીઓ દ્વારા રોચડેલ સેક્સ એબ્યુઝની તપાસ

સેક્સ કૌભાંડના નવા રિપોર્ટ અનુસાર ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની ભૂલોના કારણે રોચડેલના બાળકોને વધુ બે વર્ષ પાકિસ્તાની મૂળના ફાસ્ટ ફૂડ વર્કર્સ અને ટેક્સી ડ્રાઈવરોના હાથે યૌનશોષણનો ભોગ બનવું પડ્યું હતું. બ્રિટનના સૌથી મોટા પોલીસ દળોના એકમાં આવા ગુનાને પ્રાધાન્ય અપાતું ન હોવાથી તપાસ જુનિયર અધિકારીઓના હાથમાં સોંપાઈ હતી. પોલીસને યુવાન છોકરીઓ સામે જોખમના બદલે બાળ યૌનશોષકો અને કોમ્યુનિટી પ્રભાવની વધુ ચિંતા હતી.

• લેબર પાર્ટીને ચૂંટણીમાં બહુમતી નહિ મળે

પૂર્વ બિઝનેસ સેક્રેટરી અને લેબર પાર્ટીના લોર્ડ મેન્ડલસને જણાવ્યું છે કે એડ મિલિબેન્ડ આગામી સાત મેની સામાન્ય ચૂંટણીમાં પક્ષ માટે બહુમતી મેળવી શકશે નહિ. બે મહિના પછી ત્રિશંકુ પાર્લામેન્ટ રચાશે તેમ લોર્ડે સ્પષ્ટપણે કહ્યું હતું. તેમણે લેબર પાર્ટીના સૂચિત મેન્શન ટેક્સથી ૧.૨ બિલિયન પાઉન્ડની આવક મેળવવાના લેબર પાર્ટીના દાવાને પણ પડકાર્યો હતો.

• ગોલ્ડમેન સાક્સના બોસીસ સામે જાતિવાદી ભેદભાવનો આક્ષેપ

ગોલ્ડમેન સાક્સના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર સોનિયા પેરેઓ-મેન્ડેઝ સેક્સ અને માતૃત્વના ભેદભાવ સંબંધે બેન્કના ત્રણ માંધાતા નિકોલસ પાપાસ, સિમોન મોરિસ અને બ્રાયન મિક્સ સામે કાનૂની દાવો કરશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના બોસીસને બ્રેગનન્સી વિશે માહિતી આપ્યા પછી તેમની સાથે ભેદભાવ રાખી વેતન અને બોનસમાં લાખો પાઉન્ડની છેતરપિંડી આચરવામાં આવી હતી. તેમની સામે સ્ત્રી હોવાં સંબંધિત ટીપ્પણીઓ પણ કરાઈ હતી.

• શરાબપાન કરી વાહન ચલાવવાની મર્યાદા ઘટાડવા માગણી

શરાબપાન કરીને વાહન ચલાવવા અંગેની મર્યાદા નીચી કરવામાં આવે તો વર્ષે સેંકડો માણસની જિંદગી બચી શકે અને લાખો પાઉન્ડ જાહેર નાણાનો બચાવ પણ થઈ શકે તેમ ફાયર બ્રિગેડ્સ દ્વારા જણાવાયું છે. સ્કોટલેન્ડમાં એક ગ્લાસ વાઈન અથવા એક પિન્ટ બીયર પીને વાહન ચલાવવું ગેરકાયદે ગણાય છે. ઈંગ્લેન્ડમાં પણ આ જોગવાઈ અનુસરવાની માગણી થઈ છે.

• ચાર વર્ષમાં બ્રિટિશ આર્મી મા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.