રાષ્ટ્રપતિનાં પત્નીનું નિધન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પત્ની શુભ્રા મુખરજી (૭૪)નું મંગળવારે સવારે ૭૪ વર્ષની વયે અવસાન થયું છે. 

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પત્ની શુભ્રા મુખરજી (૭૪)નું મંગળવારે સવારે ૭૪ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સદ્ગતના પાર્થિવ દેહને રાષ્ટ્રપતિભવનમાં પરિવાર અને મિત્રો માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષા સાનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહ સહિતના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાંજે મૃતદેહને તેમના સાંસદ પુત્ર અભિજિત મુખરજીના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. બુધવારે સ્વર્ગસ્થની અંતિમવિધિનું આયોજન કરાયું હતું. 

રાષ્ટ્રપતિનાં પત્નીનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.