ખંભાળિયામાં કિન્નરો દ્વારા હિન્દુ-મુસ્લિમનો સમૂહલગ્નોત્સવ

ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.

ખંભાળિયાઃ ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું. દ્વારકા ગેઈટના પાવૈયાના મઠ ખાતે ૧૪ મેએ યોજાયેલા સમૂહલગ્નમાં પાંચ હિન્દુ નવદંપતી તથા ૧૧ મુસ્લિમ ૧૧ દંપતી જોડાયા હતા. આ ઐતિહાસિક અવસરમાં નવદંપતીને આશીર્વાદ આપવા સૌરાષ્ટ્રભરના કિન્નરોના મઠના મુખ્ય કિન્નરો આવ્યા હતા. ઉપરાંત હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, સંતો, મૌલવી ઉપસ્થિત રહ્યા હતા. બંને કોમના રિવાજ મુજબ આ વિશેષ પ્રસંગની ઊજવણી શરૂ થઈ હતી. ઐતિહાસિક પ્રસંગને નીહાળવા લોકોની ભીડ જામી હતી. નવદંપતીને અંદાજે ૫૦થી વધુ વસ્તુ કન્યાદાનમાં આપવામાં આવી હતી. જાનના સામૈયા સહિતના પ્રસંગોનું આયોજન કરાયું હતું.

ખંભાળિયામાં કિન્નરો દ્વારા હિન્દુ-મુસ્લિમનો સમૂહલગ્નોત્સવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.