નાઇજીરિયાની હોટેલમાં નરમાંસ પીરસાતું હતું

આનમબારાની એક હોટેલમાં નરમાંસ પીરસાતું હોવાનું બહાર આવ્યું છે.

આનમબરાઃ અહિની એક હોટેલમાં નરમાંસ પીરસાતું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જાણ થતાંની સાથે જ સ્થાનિક તંત્રે હોટેલને સીલ માર્યું છે. નાઇજીરિયાના આનમબરામાં એક હોટેલમાં માણસનું માંસ રાંધીને ગ્રાહકોને આપવામાં આવતું હતું. આ બાબતની સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવીને સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જ્યારે હોટેલના કિચનમાં તપાસ કરી તો તેમને લોહીલુહાણ હાલતમાં માનવ ખોપરીઓ મળી હતી. આ હોટેલમાં ભોજન લીધા પછી એક ગ્રાહકને શંકા ગઈ કે આટલું સસ્તું માંસ કેવી રીતે મળે. બિલ અંગે પૂછતાં તેને સરખો જવાબ ન મળતાં તેની શંકા પ્રબળ બની અને તેણે પોલીસને માહિતી આપી હતી.

નાઇજીરિયાની હોટેલમાં નરમાંસ પીરસાતું હતું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.