મેટ્રો રેલમાં કૌભાંડ બદલ પૂર્વ ચેરમેન અને નિવૃત્ત આઈએએસ સંજય ગુપ્તાની ધરપકડ

મેટ્રો રેલમાં કૌભાંડ બદલ પૂર્

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટના રૂ. ૧૧૩.૨૨ કરોડના અર્થ ફીલિંગ વર્ક કૌભાંડમાં મેગા કંપનીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ આઇએએસ ઓફિસર તેમ જ હોટેલ કેમ્બે ગ્રાન્ડના સીએમડી સંજય ગુપ્તા અને તત્કાલીન સિનિયર મેનેજર રાધેશ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.  

ગાંધીનગરઃ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટના રૂ. ૧૧૩.૨૨ કરોડના અર્થ ફીલિંગ વર્ક કૌભાંડમાં મેગા કંપનીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ આઇએએસ ઓફિસર તેમ જ હોટેલ કેમ્બે ગ્રાન્ડના સીએમડી સંજય ગુપ્તા અને તત્કાલીન સિનિયર મેનેજર રાધેશ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. એસીબી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ફરિયાદ મુજબ મેગા કંપનીના સાત પૂર્વ મેનેજરો સામે ગુનાઈત બેદરકારી અંગે રૂ. ૧૧૩.૨૨ કરોડની ઉચાપતની ફરિયાદ હતી. પ્રોજેકટના ભાટ-કોટેશ્વર ખાતે કાસ્ટિંગ યાર્ડ, ડેપોની સુવિધા ઊભી કરવા જમીનમાં ફીલિંગની કામગીરી કરવાની હતી. મેગા કન્સ્ટ્રક્શન વિંગ દ્વારા ફીલિંગ વર્ક માટે ૨૦,૬૭,૪૩૮ ઘનમીટર ૩૭,૫૩,૫૬૨ મેટ્રીક ટન જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. તેની સામે ચકાસણીમાં માત્ર ૯.૪૨,૫૭૧.૧૭ ઘનમીટર જથ્થાનો જ ઉપયોગ થયાનું જણાયું હતું પરંતુ ફીલિંગ વર્ક માટે ૧૧,૨૪,૮૬૭ ઘનમીટર જથ્થાનો વધારાનો ઉપયોગ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ ખરેખર આ મટીરિયલની ખરીદી કર્યા વગર જ બોરાબાર ચૂકવણું કરવામાં આવ્યું હતું.

ગુપ્તાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી

સંજય ગુપ્તાને મેટ્રો લીંક એક્સપ્રેસના એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે ઓગસ્ટ ૨૦૧૩માં રાજીનામું આપવા કહેવાયું હતું. સંજય ગુપ્તાએ ત્યારે કહ્યું હતુ કે, અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે. પરંતુ હકીકત એ હતી કે, તેમને રાજીનામું આપવા સરકારે કહ્યું હતું. તે સમયે તેમણે હિન્દી ટીવી ચેનલ શરૂ કરી હતી અને મેટ્રો ટ્રેનની ખરીદીમાં કેટલાંક ગોટાળા બહાર આવ્યા હતા તેથી રાજીનામું આપવા ફરજ પડી હતી. સંજય રઘુનાથ પ્રસાદ ગુપ્તાએ રાજીનામું આપ્યા પછી પોતાની નીસા નામની કંપનીમાં જોડાયા હતા. તેઓ કેમ્બે ગ્રૂપ ઓફ કંપની ધરાવે છે. ઘણી હોટેલો, રીસોર્ટ પણ ધરાવે છે. મલ્ટિબિઝનેસ શરૂ કરીને થોડા જ સમયમાં રૂ. ૧૦૦૦ કરોડની કંપની બનાવી હતી. ગુપ્તાએ પોતાના બિઝનેસ માટે આઇએએસ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું.  

મેટ્રો રેલમાં કૌભાંડ બદલ પૂર્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.