• ઈયુ રેફરન્ડમમાં માઈગ્રન્ટ્સને બાકાત રાખવા માગણી

યુરોવિરોધી ટોરી સાંસદોએ ઈયુમાં રહેવા કે નહિ રહેવાના રેફરન્ડમમાંથી એક મિલિયન યુરોપિયન માઈગ્રન્ટ્સને બાકાત રાખવા વડા પ્રધાન કેમરન સમક્ષ માગણી કરી છે. તેમને ભય છે કે ઈયુ માઈગ્રન્ટ્સ બ્રસેલ્સની તરફેણ કરશે. આથી, માત્ર યુકેના મતદારોને જ મતદાનની પરવાનગી અપાય તેવી અપીલ તેમણે કરી છે. યુરોપતરફી ટોરી મિનિસ્ટર્સ અહીં રહેતા યુરોપિયન નાગરિકોને મતદાન કરવા દેવાય તેવી હિમાયત ખાનગીમાં કરશે તેવી પણ શંકા છે. 2017માં ઈયુ વિશે મતદાનમાં કઈ મતદાર યાદી ઉપયોગમાં લેવાશે તેના વિશે શંકા સેવાય છે. ઈયુ માઈગ્રન્ટ્સને જનરલ ઈલેક્શન્સમાં મતદાન કરવા પર પ્રતિબંધ છે, પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં મત આપી શકે છે.

યુરોવિરોધી ટોરી સાંસદોએ ઈયુમાં રહેવા કે નહિ રહેવાના રેફરન્ડમમાંથી એક મિલિયન યુરોપિયન માઈગ્રન્ટ્સને બાકાત રાખવા વડા પ્રધાન કેમરન સમક્ષ માગણી કરી છે. તેમને ભય છે કે ઈયુ માઈગ્રન્ટ્સ બ્રસેલ્સની તરફેણ કરશે. આથી, માત્ર યુકેના મતદારોને જ મતદાનની પરવાનગી અપાય તેવી અપીલ તેમણે કરી છે. યુરોપતરફી ટોરી મિનિસ્ટર્સ અહીં રહેતા યુરોપિયન નાગરિકોને મતદાન કરવા દેવાય તેવી હિમાયત ખાનગીમાં કરશે તેવી પણ શંકા છે. 2017માં ઈયુ વિશે મતદાનમાં કઈ મતદાર યાદી ઉપયોગમાં લેવાશે તેના વિશે શંકા સેવાય છે. ઈયુ માઈગ્રન્ટ્સને જનરલ ઈલેક્શન્સમાં મતદાન કરવા પર પ્રતિબંધ છે, પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં મત આપી શકે છે.

• ફરાજ હજુ ૨૦ વર્ષ UKIPનું નેતૃત્વ કરશે

યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્ટ પાર્ટીમાં નેતાગીરીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નાઈજલ ફરાજે તેઓ હજુ ૨૦ વર્ષ પક્ષના નેતા બની રહેશે તેવો હુંકાર કર્યો છે. ફરાજે સાંસદ બનવામાં પણ નિષ્ફળ ગયા પછી નેતાપદેથી રાજીનામું આપી પાછું ખેંચી લેવાના પગલે પક્ષમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ફરાજ પક્ષને સંપ્રદાયમાં પેરવી રહ્યા છે તેવી ટીકાઓ સાથે અગ્રણીઓ અને દાતાઓએ ફરાજે રાજીનામું આપવું જોઈએ અથવા થોડું વેકેશન લેવું જોઈએ તેવી માગણી કરી હતી. જોકે, ફરાજે એક ઈન્ટરવ્યૂમાં તેઓ ૨૦૩૫ સુધી નેતા તરીકે ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

• સ્ત્રીઓ પુરુષો કરતા વધુ સારી ડ્રાઈવર

સ્ત્રીઓ સારી રીતે વાહન હંકારતી નથી, ટ્રાફિકમાં ઘૂસણખોરી અને અવરોધ સર્જે છે, મોબાઈલનો ઉપયોગ કરે છે તેવી માન્યતા સાચી નહિ હોવાનું સંશોધકો કહે છે. એક અભ્યાસમાં લૈંગિક તફાવતના અસત્યને સંશોધકોએ જાહેર કર્યું છે. વાહનની ગતિમર્યાદા જાળવવી, ટ્રાફિક લાઈટ્સ પર ઉભાં રહેવું અને ઈન્ડિકેટર્સના ઉપયોગ સહિત માર્ગ પર ડ્રાઈવિંગને લગતાં તમામ ક્ષેત્રમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ વધુ સારો દેખાવ કરે છે.

• દર મહિને ૧૦,૦૦૦થી વધુ વૃદ્ધ વાહનચાલકોની વૃદ્ધિ

બ્રિટિશ માર્ગો પર વૃદ્ધ વાહનચાલકોની સંખ્યા વધી રહી છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ્ડ મોટરિસ્ટ્સના અભ્યાસ અનુસાર ૭૧ અથવા તેથી વધુ વયના લાયસન્સ ધારકોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થયો છે. દર મહિને ૧૦,૦૦૦થી વધુ વૃદ્ધ વાહનચાલકો માર્ગ પર વાહન ચલાવતા થયા છે. દેશમાં ૭૦ વર્ષથી વધુ વયના ૪.૩ મિલિયન લોકો ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવે છે અને સૌથી વધુ વૃદ્ધ ડ્રાઈવરની વય ૧૦૭ વર્ષ છે. આના કારણે કાર ઉત્પાદકોએ પેન્શનરોની જરૂરિયાતોની અનુકૂળતા પર ધ્યાન આપવું જોઈએ તેવી માગણી પણ થઈ છે.

• પરિવારોની સંપત્તિના મૂલ્યમાં હરણફાળ

મકાનોની વધતી કિંમતો અને નાણાબજારોમાં તેજીના કારણે પરિવારોની સંપત્તિમાં ભારે વધારો નોંધાયો છે. એક સંશોધન અનુસાર હાઉસિંગ માર્કેટની વધેલી પ્રવૃત્તિએગયા વર્ષે પારિવારિક સંપત્તિના મૂલ્યમાં £૧.૫ ટ્રિલિયન અથવા ૧૯ ટકાનો વધારો કર્યો હતો. ૨૦૦૧માં રેકોર્ડ્સ નોંધાવાની શરૂઆત પછી આ સૌથી મોટી હરણફાળ છે. ૨૦૦૪ પછી વ્યક્તિગત પરિવારોની સંપત્તિમાં સરેરાશ £૧૨૬,૫૭૨નો વધારો જોવા મળ્યો હતો, જે ૨૦૧૪માં અંદાજે સરેરાશ £૩૨૬,૪૧૪ સુધી પહોંચ્યો હતો. ૨૦૦૪ પછી પરિવારો હસ્તકની કુલ સંપત્તિ £૩.૯ ટ્રિલિયન અથવા તો ૭૫ ટકાની વૃદ્ધિ સાથે £૯.૧ટ્રિલિયન થઈ હતી.

• જાતિવાદી ટિપ્પણીનો પૂર્વ પોલીસ ગાર્ડનો દાવો

પૂર્વ વીઆઈપી ક્લોઝ પ્રોટેક્શન ઓફિસર નદીમ સિદ્દિકે તેની સામે વંશીય ભેદભાવ અને જાતિવાદી ટિપ્પણી કરાયાનો દાવો કર્યો છે. ટોની બ્લેર અને રોયલ પરિવારના પૂર્વ પોલીસ ગાર્ડ અને મિડલ્સબરોમાં જન્મેલા સિદ્દિકે ક્લેવલેન્ડ પોલીસ સામે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કાર્યવાહી કરી છે. તેણે દાવો કર્યો છે કે ઉચ્ચ અધિકારીઓ તેને યુનિટમાંથી બહાર કાઢવા ઈચ્છતા હતા.

• એશિયન ઉમેદવારને ઠાર મારવાની ધમકી

વર્તમાન ચૂંટણીમાં યુકેઆઈપીના ઉમેદવાર રોબર્ટ બ્લેએ તેના એશિયન ટોરી હરીફ રાનિલ જયવર્દેનાને ગોળીથી ઠાર મારવાની ધમકી આપી હતી. આ પછી UKIP દ્વારા બ્લેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. જયવર્દેના દેશના પ્રથમ એશિયન પ્રાઈમ મિનિસ્ટર બનવાની ક્ષમતા ધરાવતા હોવાનું કહેવાયા પછી રોબર્ટ બ્લેએ કહ્યું હતું કે જો તેમ થશે તો હું જાતે તેને ગોળી મારીશ. બ્લે અને જયવર્દેના નોર્થ ઈસ્ટ હેમ્પશાયર બેઠકના ઉમેદવાર હતા.

• ઈયુ રેફરન્ડમમાં માઈગ્રન્ટ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.