'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૪માં ૮૫ વર્ષ કરતા વધુ વયના લગભગ ૭૫ જેટલા વડિલોના સન્માન બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવારના રોજ બપોરના ૩-૦૦થી ૭-૦૦ દરમિયાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ (LCC), પી.વી. રાયચૂરા સેન્ટર, Lower Coombe Street, Croydon CR0 1AA ખાતે કરવામાં આવેલ છે. આ પ્રસંગે ભારતના ગણતંત્ર દિનની ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ક્રોયડનના મેયર શ્રીમતી મંજુ શાહુલ હમીદ, ક્રોયડન સેન્ટ્રલના એમપી શ્રી ગેવીન બારવેલ અને ક્રોયડન નોર્થના કોન્ઝર્વેટીવ પક્ષના પાર્લામેન્ટરી ઉમેદવાર શ્રી વિધી મોહન ઉપસ્થિત રહીને સર્વે વડિલોનું સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરશે.

આ પ્રસંગે ગુજરાતી લોકસાહિત્યને રજૂ કરતા યુવાન કલાકાર શૈલેષભાઇ સગર માતા-પિતાના મુલ્ય અને મહત્વ વિષે પ્રવચન કરશે તો અન્ય સન્માનનીય વડિલો પાસેથી સુદિર્ઘ અને તંદુરસ્ત જીવન વિષે માહિતી મેળવીશું. આટલું જ નહિં અન્ય મનોરંજક કાર્યક્રમ તેમજ શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું. નવા જ શરૂ કરાયેલા આ હોલ નજીક કાર પાર્કની સગવડ પણ છે.

કાર્યક્રમમાં શ્રોતા તરીકે ઉપસ્થિત રહેવા માંગતા હોય તેમને સર્વશ્રી અજય ગણાત્રા - 07956 875 433, દીપક પટ્ટણી - 07960 836 173, પિયુશભાઇ ચોટાઇ - 07899 990 303, મનુભાઇ ઠકરાર - 020 8651 1622 અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211નો સંપર્ક કરવા વિનંતી છે. 

'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા શનિવારે ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૪૦ જેટલા વડિલોનું સન્માન થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.