NRG યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી ઈમિગ્રન્ટસની છેતરપીંડી કરી

NRG યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી ઈ...

લંડન: યુકેની બોર્ડર એજન્સીમાં ફરજ બજાવતી ભારતીય મૂળની ૩૧ વર્ષીય અંજલી પટેલે પોતાના એડવોકેટ મિત્ર અબ્દુલ ફારૂકની મદદથી વિવિધ દેશોના ઈમિગ્રન્ટ્સને છેતરી ૧૧૩,૦૦૦ પાઉન્ડનું કૌભાંડ કર્યાનું બહાર આવ્યું છે. આ બંનેએ પોતાના જુગારના દેવાને ચૂકતે કરવા આ કૌભાંડ આચર્યાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.

ડેઈલી મેલ અખબારના અહેવાલ અનુસાર, અંજલી પટેલ બોર્ડર એજન્સીમાં ફરજ બજાવે છે. તેણે પોતાના મિત્ર અબ્દુલ ફારૂક સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. અબ્દુલનો દાવો છે કે તે એડવોકેટ છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું હતું કે તે હજુ કાયદાનો અભ્યાસ કરે છે.

અંજલી પટેલ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને જે ઈમિગ્રેન્ટસના વિઝા પૂરા થવા આવ્યા હોય અથવા જેને ડિપોર્ટ કરાવાના હોય તેવા લોકોની સિક્રેટ ઈન્ફોર્મેશન લાવી ફારૂક સાથે શેર કરતી હતી. ફારૂક આવા લોકોનો સંપર્ક કરી પોતે વકીલ હોવાની ઓળખાણ આપી તેમને ઠગતો હતો. આ લોકોએ બાંગ્લાદેશ તેમજ કોલંબિયા જેવા દેશમાંથી આવેલા લોકો પાસેથી નાણાં પડાવ્યા હતા.

અંજલી અને ફારૂકને જુગાર રમવાની આદત હતી, જેમાં તેમના માથે મોટું દેવું થયું હતું. તેમણે દેવું ભરપાઈ કરવા સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. અંજલીએ આ કૌભાંડમાંથી કોઈ નાણાં નથી મળ્યા ન હોવાનો દાવો કર્યો છે. જોકે, તેણે પોતાના પદનો દુરુપયોગ કરી ફારૂકને માહિતી આપી હોવાનું સ્વીકાર્યું હતું.

NRG યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી ઈ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.