અમદાવાદ રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનો પ્રારંભઃ

અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ પ્રાયોગિક રીતે વાઇફાઈ સેવાનો પ્રારંભ થયો છે. આ વાઇફાઈ સુવિધા અત્યારે છ મહિના સુધી પ્રવાસીઓને મફત અપાશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્રવાસી સ્ટેશન પર આવ્યા બાદ તેને પોતાના લેપટોપ/મોબાઇલમાં વાઇફાઇ સ્વિચ ઓન કરવી પડશે. જેના પગલે એક હોમ પેજ શરૂ થશે. જેમાં મુસાફરે મોબાઈલ નંબર ડાયલ કરી સબમિટ કરવો પડશે. નંબર સબમિટ થતા જ તેને તરત જ એસએમએસ દ્વારા પાસવર્ડ મળી જશે.

સ્વામિનારાયણ મંદિરે કેન્યામાં ૯૦ પ્રાણી દત્તક લીધાંઃ અમદાવાદની મણિનગર ગાદી સંસ્થાને જીવદયાનું ઉત્તમ ઉદાહરણીય કાર્ય કર્યું છે. સંસ્થાના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજે કેન્યાના ઓર્ફન હોમમાં રાખવામાં આવેલા જંગલી પ્રાણીઓને દત્તક લેવાયા છે. જંગલમાં તેમના મા-બાપ પાસેથી એકલા પડી ગયેલા આ અનાથ પ્રાણીઓના બચ્ચાને દત્તક લઇને તેમનું સંસ્થાન દ્વારા ભરણપોષણ કરાશે. આપણા શાસ્ત્રોમાં હાથીને પવિત્ર માનવામાં આવ્યા છે. આવાં ૮૦ હાથી, ૧૫ પાડા અને ૧૦ જિરાફના બચ્ચાને પણ દત્તક લેવાયા છે. આ પ્રાણીઓ જ્યારે પુખ્ત થશે ત્યારે તેમને જંગલમાં મુક્ત કરાશે. કેટલાક હાથીને મંદિરમાં પણ રાખવામાં આવશે. મણિનગર ગાદી સંસ્થાન અમદાવાદ મંદિરના મહંત ભગવતપ્રિયદાસજી મહારાજના જણાવ્યાનુસાર, સનાતન હિંદુ ધર્મમાં ઋષિ મહર્ષિઓએ પ્રાણી માત્ર માટે દયાનું વર્ણન કર્યું તે પ્રમાણે પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજે કાર્ય સાર્થક કરી બતાવ્યું છે. ઓર્ફન નર્સરીના પ્રોજેક્ટ મેનેજર એડવીન લુસીચે જણાવ્યું હતું કે, હિંદુ ધર્મના પ્રથમ સંત છે કે આવા નિરાધાર ભૂખ્યા તરસ્યા પ્રાણીઓ પાસે આવીને જીવો પ્રત્યે દયા બતાવી છે.
 હાંસોટના કોમી તોફાનોમાં બે લોકોના મોત, ૧૫ ઘાયલઃ ભરૂચ જિલ્લાના અત્યંત સંવેદનશીલ એવા હાંસોટ અને તેની આસપાસ વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે કોમી તોફાનો થયા હતા. બીજા દિવસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ શાંત રહી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલતાં કોમી વિવાદે ૧૪ જાન્યુઆરીએ અચાનક મોટું સ્વરૂપ લઈ લેતા હુમલા, ખંજરબાજી, આગચંપીના બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે ૧૫થી વધુ વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઈ છે. પોલીસે લાઠીચાર્જ ઉપરાંત અશ્રુવાયુનો સેલ તથા ગોળીબારનો ઉપયોગ કર્યો હતો.
 લંડનથી આવેલી યુવતીની ફેસબુક પ્રોફાઈલ હેક કરી બીભત્સ ફોટા મૂક્યાઃ લંડનમાં રહીને આવેલી અમદાવાદની એક યુવતી સાથે લંડનમાં મિત્રતા કેળવનાર મુંબઈના ધવલ દેસાઈ નામના યુવાને આ યુવતીની ફેસબુક પ્રોફાઈલ હેક કરી યુવતીના બીભત્સ ફોટા મૂકી ગંદું લખાણ લખીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આટલું જ નહીં ધવલ દેસાઈએ યુવતીને વોટસએપ ઉપર પણ તેના જ બીભત્સ ફોટા અને મેસેજ મોકલ્યા હતા અને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા બદનામ થયેલી આ યુવતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ધવલ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બોડકદેવમાં રહેતી ૨૬ વર્ષની યુવતી એપ્રિલ ૨૦૧૪ પહેલા લંડન રહેતી હતી. ત્યારે તેની મુલાકાત મુંબઈના ધવલ દેસાઈ નામના યુવાન સાથે થતા બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ આ યુવતીના મોબાઈલ ફોન ઉપર ફેસબુકમાંથી એક મેસેજ આવ્યો હતો કે તમારી ફેસબુક પ્રોફાઈલનો પાસવર્ડ બદલાયેલ છે. જેથી યુવતીએ તેનો પાસવર્ડ નાખીને ફેસબુક ઓપન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફેસબુક એકાઉન્ટ ખૂલ્યું ન હતું. દરમિયાનમાં ધવલ દેસાઈએ આ યુવતીને વોટ્સ એપ મેસેજ કરીને કહ્યું કે મેં તારી ફેસબુક પ્રોફોઈલ હેક કરી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર વાઈફાઈ સેવાનો પ્રારંભઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.