ડી’ વિલિયર્સે રેકોર્ડ ૩૧ બોલમાં સદી ફટકારી

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકન કેપ્ટન એ. બી. ડી’વિલિયર્સે વિન્ડીઝ સામેની બીજી વનડેમાં આક્રમક બેટિંગ કરતાં માત્ર ૩૧ બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદી ફટકારવાના કોરી એન્ડરસનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. કોરી એન્ડરસને ગત વર્ષે જાન્યુઆરીમાં વિન્ડીઝ ટીમ સામે રમાયેલી એક વન-ડેમાં ૩૬ બોલમાં સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

એન્ડરસન અગાઉ વન-ડે મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે હતો. ડી’વિલિયર્સે વિન્ડીઝ સામેની ઇનિંગમાં કુલ ૪૪ બોલમાં ૧૪૯ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ક્રિકેટ ચાહકો માટે યાદગાર બની રહેલી આ ઇનિંગમાં તેણે કુલ ૯ ચોગ્ગા અને ૧૬ છગ્ગા ફટકાર્યા હતા. ડી’વિલિયર્સે સૌથી ઝડપી ૧૬ બોલમાં અડધી સદી પણ ફટકારી હતી.

ડી’ વિલિયર્સે રેકોર્ડ ૩૧ બોલમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.