પત્નીને ડ્રગ્સ આપી ૩૦૦ વાર બળાત્કાર કરવા બદલ પતિને ૧૨ વર્ષની કેદની સજા

લંડનઃ પતિ-પત્નીના સંબંધોના અનેક કિસ્સા રોજેરોજ સાંભળવા મળતા હોય છે પણ એક બ્રિટિશ મહિલા સારા ટિટલીએ તેના પતિએ તેની સાથે ત્રણસો વાર બળાત્કાર કર્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સારા ટિટલીએ જાહેર કર્યું છે કે નિદ્રાવસ્થામાં તેનો પતિ નશીલી દવાઓ આપી બળાત્કાર કરતો હતો. સારાને તેનો પતિ દવા પીવડાવતો ત્યારે તેને કંઈ ભાન રહેતું નહોતું. પોલીસે લેસ્ટરશાયરના મેલ્ટન માઉબ્રેમાં રહેતી સારાનાં કમ્પ્યૂટરમાંથી તેની નગ્નાવસ્થામાં બનાવાયેલા ૩૧૬ જેટલા અશ્લીલ વીડિયો જપ્ત કર્યા હતા અને તેના પતિને ગિરફ્તાર કરી જેલમાં ધકેલી દીધો છે. સારાના પતિને બળાત્કાર સંદર્ભે કોર્ટે ગત માર્ચ મહિનામાં ૧૨ વર્ષ જેલની સજા સંભળાવી હતી.

સારાએ જણાવ્યું કે લગ્ન બાદ તેના પતિનો સ્વભાવ બદલાયો હતો, હુકમ ચલાવવા લાગ્યો હતો, સંબંધને મજબૂત કરવાને બદલે પોતાના પિતાના બિઝનેસમાં જોડાઈ પરિવારને નજરઅંદાજ કરવા માંડયો. સારાને તેનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાની શંકા હતી, પરંતુ હકીકત અલગ જ હતી. તે સારાને નશીલી દવા આપી બેભાન કરી તેની સાથે સેક્સનો વીડિયો બનાવતો હતો.

પત્નીને ડ્રગ્સ આપી ૩૦૦ વાર બળા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.