બેન્ક સાથે ૨૮ લાખ ડોલરની છેતરપિંડીઃ ટેનેસીના જયેશ પટેલને ૪૨ માસની જેલ

ન્યૂ યોર્કઃ એક ભારતીય-અમેરિકન જયેશ પટેલને બેંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં દોષિત ઠરાવીને યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ૪૨ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેણે બેન્ક પાસેથી ઉછીના લીધેલા ૨૮ લાખ ડોલર પણ પરત કરવા પડશે. 

જજ લીઓન જોર્ડને ચુકાદામાં જણાવ્યા અનુસાર, ટેનેસીના ૪૯ વર્ષના જયેશ ડાહ્યાભાઇ પટેલે જેલની સજા પૂરી થઇ ગયા પછી પાંચ વર્ષ સુધી સુપરવિઝન હેઠળ રહેવું પડશે. જયેશ પટેલ સામે ગયા વર્ષે કેસ કરવામાં આવ્યો હતો અને એમણે ગુનો કબુલ્યો હતો. જજે કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૦૯થી ઓગસ્ટ ૨૦૧૧ સુધીમાં ખોટા બિલો બનાવીને બેંક પાસેથી ૨૮ લાખ ડોલરની લોન લીધી હતી.
જયેશ પટેલે લોન મેળવવા માટે ખોટા ઇનકમ ટેક્સ રિટર્ન રજૂ કર્યા હતા. જેની સામે બેંકે તેમને લોન આપી હતી. આ પછી વધુ લોન મેળવવા માટે તેણે બોગસ ઇનવોઇસ રજૂ કરી ફરીથી બેંકમાંથી લોન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પકડાઇ ગયો હતો. આમ જયેશ પટેલને જેલની સજા તો ભોગવવી જ પડશે સાથોસાથ ૨૮ લાખ ડોલર પણ બેંકને પરત કરવા પડશે.

બેન્ક સાથે ૨૮ લાખ ડોલરની છેતરપિંડીઃ ટેનેસીના જયેશ પટેલને ૪૨ માસની જેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.