બ્રિટનમાં બરફ અને ઠંડીનું સામ્રાજ્ય છવાયું

બ્રિટનમાં બરફ અને ઠંડીનું સામ

લંડનઃ બ્રિટનમાં રવિવારે તાપમાન માઈનસ ૧૧ ડીગ્રી સુધી નીચે ઉતરી જતાં આ વર્ષની સૌથી ઠંડી રાત્રિનો અનુભવ સહુને થયો હતો. આ ઉપરાંત, આર્ક્ટિક તરફથી આવતાં પવનોના કારણે દેશમાં હવે સ્નો, આઈસ અને હાડ થીજાવતી ઠંડીની પરિસ્થિતિની આગાહી પણ કરવામાં આવી છે. સ્કોટલેન્ડના હાઈલેન્ડ્સમાં તાપમાન માઈનસ ૧૨ ડીગ્રી સુધી નીચે ઉતરી ગયું હતું. સ્કોટલેન્ડના ગ્લાસકારનોચ ખાતે સૌથી નીચું તાપમાન માઈનસ ૧૧.૨C ડીગ્રી નોંધાયું હતું. સ્કોટલેન્ડના પેન્નાઈન્સમાં માઈનસ ૧૦ અને અન્યત્ર માઈનસ ૧૪C તાપમાનની શક્યતા દર્શાવાઈ છે.

મીટીઓગ્રૂપના આગાહીકાર ટોમ ટોબલરે દરેક સ્થળે શૂન્યથી નીચે તેમ જ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં માઈનસ ૩C અથવા ૪C ડીગ્રી અને સ્કોટલેન્ડમાં માઈનસ તાપમાન રહેવાની આગાહી કરી હતી.

દેશના મોટા ભાગના વિસ્તારોમાં બરફીલી સ્થિતિ માટે તીવ્ર યલો વેધર વોર્નિંગ જારી થઈ છે. ખતરનાક બર્ફીલી સ્થિતિઓના કારણે ડેવોન અને કોર્નવોલમાં રવિવારે બે કલાકમાં જ ૨૧ અકસ્માતની હારમાળા સર્જાતા મોટરચાલકોને સાવચેતી રાખવાની ચેતવણી આપી દેવાઈ છે. નોર્થ મિડલેન્ડ્સ અને ઈસ્ટ એન્ગ્લીઆ સહિત ઈંગ્લેન્ડના મોટા ભાગના વિસ્તારોમાં ગુરુવારની બપોર સુધી બર્ફીલી હાલત છવાઈ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. રવિવારે સરેના એપ્સન ડાઉન્સ, ગ્લાસગોના ક્વીન્સ પાર્કમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. વેસ્ટ સસેક્સના A24 માર્ગ પર વાન સહિત આઠ વાહનો ઉથલી પડવાથી એક કલાકથી વધુ સમય માર્ગ બંધ કરી દેવાયો હતો. કોર્નવોલના લિસ્કીર્ડ અને કોલિંગ્ટન વચ્ચે A390 માર્ગ પર પણ ત્રણ અકસ્માત નોંધાયાં હતા. માન્ચેસ્ટર એરપોર્ટ પર ઠંડી અને ધૂમ્મસના વાતાવરણથી ફ્લાઈટ્સને અસર થઈ હતી.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લોકોને વૃદ્ધ મિત્ર, સગાં અને પડોશીઓની કાળજી રાખવા વિનંતી કરાઈ છે. બીજી તરફ એજ યુકે ચેરિટી સંસ્થાએ આ શિયાળામાં ભારે ઠંડીના લીધે દર સાત મિનિટે એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુની ચેતવણી આપી છે. એજ યુકેના ચેરિટી ડિરેક્ટર કેરોલિન અબ્રાહમ્સે જણાવ્યું હતું કે એક મિલિયન જેટલાં વૃદ્ધો ફ્યુલ ગરીબીમાં રહે છે, જેમાંના ઘણા હૂંફ અને ઉષ્મા મેળવવા તેમના ઘરને ગરમ રાખી શકતાં નથી.

બ્રિટનમાં બરફ અને ઠંડીનું સામ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.