શિક્ષિકાને સગીર વિદ્યાર્થી સાથે સેક્સ બદલ બે વર્ષનો કારાવાસ

બર્મિંગહામઃ લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણવાના ગુનાસર શિક્ષિકા અમરદીપ ભોપારીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ જાન્યુઆરીએ બે વર્ષના કારાવાસની સજા ફટકારી હતી. બ્રિટનના જાણીતા પંજાબી ગાયક મલ્કિતસિંહની પુત્રી અમરદીપે લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા વિદ્યાર્થીઓ માટેની શાળામાં ડિસેમ્બર ૨૦૧૨માં કામગીરી શરૂ કરી હતી. તેણે એક કિશોર વિદ્યાર્થી સાથે જાતીય સંબંધો બંધવાના ગુનાની તેણે કબૂલાત કરી હતી. આ સંદર્ભે ડિસેમ્બર ૨૦૧૩માં અમરદીપની ધરપકડ કરવામાં આવી હતી.
કિશોર વિદ્યાર્થીએ શિક્ષિકાને તેનો ફોન નંબર લખીને આપ્યા પછીઅમરદીપે તેને ફોન પર સેક્સ્યુઅલ મેસેજીસ મોકલ્યાં હતાં. ૨૦૧૩ના વેલેન્ટાઈન ડે અગાઉ, બોપારી કિશોરને આર્ટ ક્લાસરુમમાં લઈ ગઈ હતી અને શરીરસંબંધ બાંધ્યો હતો. આ પછી શિક્ષિકાની કાર, હોટેલ્સ, ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ તેમ જ વર્ગખંડમાં પણ બન્નેએ સેક્સ માણ્યું હતું. અમરદીપ તેને ઘેર પણ બોલાવતી હતી અને ભેટો પણ આપતી હતી. કિશોરના જન્મદિને અમરદીપ તેને ફોર્મ્યુલા વન હોટેલમાં લઈ ગઈ હતી અને બન્નેએ વોડકાનું ભરપૂર સેવન કર્યું હતું.
ADHD અને ડિસ્લેક્સિયાથી પીડાતા કિશોર વિદ્યાર્થીએ તેની જ વયની કિશોરી સાથે ડેટિંગ શરૂ કર્યા પછી શિક્ષિકા સાથે સંબંધ વધુ લંબાવવા ઈનકાર કર્યા પછી પણ અમરદીપે તેનો પીછો છોડ્યો ન હતો. જજ જેમ્સ બરબિજે જણાવ્યું હતું કે એક શિક્ષિકા તરીકે વિદ્યાર્થી સાથે સંભાળની ફરજ તેણે નિભાવી નથી બોપારીને ૧૦ વર્ષ સુધી સેક્સ ઓફેન્ડર તરીકે નોંધવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો.
