હૃદય ન હોવા છતાં પણ જીવે છે વિશ્વની એક વ્યક્તિ!

ન્યૂ યોર્કઃ વ્યક્તિને જીવિત રહેવા માટે હૃદય ધબકતું રહેવું જરૂરી છે, પરંતુ દુનિયામાં એક વ્યકિત એવી પણ છે જેના હૃદયની ધડકનો છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આમ છતાં પણ આ વ્યકિત સામાન્ય જીવન વીતાવી રહી છે. હકીકતમાં આ વ્યકિતની છાતીમાં હૃદય છે જ નહીં. 

૫૫ વર્ષના ક્રેગ લુઈ ૨૦૧૧માં હાર્ટની જીવલેણ બીમારીથી પીડાતા હતા. તેને ટેકસાસની હાર્ટ ઈન્સ્ટિટયુટમાં ભરતી કરાયા હતા. તે એમાઈલોયડોસિસ નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડાતા હતા, જેમાં શરીરનું પ્રતિરક્ષા તંત્ર પોતાના શરીરની વિરુદ્ધ જ કામ કરવા લાગે છે. આ બીમારીમાં આંતરિક અંગોમાં ગાઢ પ્રોટીન જમા થવા લાગે છે, જેનાથી હૃદય, લીવર, કિડની કામ કરવાનું બંધ કરી દે છે! અને છેવટે વ્યક્તિ મોતને ભેટે છે.
જોકે લુઇના સદનસીબે ડો. બિલી કોન અને ડો. બડ ક્રેજિયરે તેની છાતીમાં એક યંત્ર લગાવ્યું. આ યંત્ર કંટીન્યુસસ ફલો ડિવાઈસ તરીકે ઓળખાય છે. યંત્રની મદદથી રોગીના શરીરમાં રક્તપ્રવાહ ચાલુ રહે છે અને તેના માટે હૃદયનું ધડકવું જરૂરી નથી રહેતું. આ યંત્ર ફીટ કરતા પહેલા ડોકટરોએ લુઈનું હૃદય કાઢી લીધુ હતું. બસ, ત્યારથી લુઈ હૃદય વગર જ જીવે છે. તે બોલી શકે છે. રોજ ડોકટરો સાથે વાત કરે છે, પણ તેનું દિલ ધડકતું નથી. આ યંત્રનું સફળ પ્રત્યારોપણ કરાવનાર લુઈ વિશ્વની પ્રથમ વ્યકિત છે.

હૃદય ન હોવા છતાં પણ જીવે છે વિશ્વની એક વ્યક્તિ!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.